અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લ...
આ હદીષમાં નબી ﷺને સૌથી મોટા ગુનાહ વિશે સવાલ કરવામાં આવ્યો તો નબી ﷺ એ કહ્યું: સૌથી મોટો ગુનોહ, શિર્કે અકબર, તે એ કે તમે અલ્લાહને તેની ઉલૂહિય્યતમાં (ઇબા...
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક ભાગીદારોના શિર્કથી પવિત્ર છું, અને અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ છે, જ્યારે માનવી કોઈ નેકી...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યુ...
આપ ﷺએ જણાવ્યું કે મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં દાખલ થશે, ફક્ત તે દાખલ નહીં થાય જેણે મારો ઇન્કાર કર્યો હશે!
તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂ...
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓ...
આ હદીષમાં નબી ﷺ એ પોતાની પ્રસંશા બાબતે વધારો ન કરવા અને શરીઅતના પ્રતિબંધોને તોડવાથી રોક્યા છે, કે નબી ﷺ ની પ્રસંશા અલ્લાહના ખાસ નામો અને ગુણો વડે કરવા...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની...
નબી ﷺ એ જણાવ્યું કે વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજરમાં તેના માતા પિતા, તેના દીકરા અને દીકરીઓ તેમજ દરેક લોકો કરતા...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય
તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! કોણે તમારો ઇન્કાર કર્યો? તો કહ્યું: «જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેણે મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો».
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો».
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે હું તમને કંઈ વસ્તુથી રોકુ તો રુકી જોઓ, અને જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું તો પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરો».
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺએ કહ્યુ: «મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે».
મિકદામ બિન મઅદિકરિબ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
આયશા રઝી અલ્લાહુ અન્હા અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંને રિવાયત કરે છે, અને કહે છે: જ્યારે નબી ﷺ નો (મૃત્યુનો) સમય નજીક આવ્યો, તો આપ એક ચાદર પોતાના મોઢા પર ઓઢી લેતા અને જ્યારે જીવ ઘભરાવવા લાગતો તો તેને મોઢા પરથી હટાવી દેતા, અને આ શબ્દો કહેતા: « યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી», આપ લોકોને તેમનું અનુસરણ કરવાથી સચેત રહ્યા હતા.
અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે: «હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે».
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».