મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: હું એક વખત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તમે મને એક એવો અમલ જણાવો, જેનાથી કારણે હું જન્નતમાં દાખલ થઈ શકું અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો», અને પછી કહ્યું: «શું હું તમને ભલાઈના દ્વાર ન જણાવું? રોઝો કવચ છે, સદકો ગુનાહને એવી રીતે મિટાવી દે છે, જેવું કે પાણી આગને મિટાવી દે છે અને અડધી રાત્રે ઉઠી નમાઝ પઢવી», કહ્યું: ફરી આ આયત તિલાવત કરી: {તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે. કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}, ફરી કહ્યું: «શું હું તમને દીનની મૂળ વાત, તેનું પિલર અને તેના શિખર વિષે ન જણાવું?», મેં કહ્યું: કે કેમ નહીં હે અલ્લાહના રસૂલ ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દીનનું મૂળ ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેનું શિખર જિહાદ (યુદ્ધ) છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને એક એવી વસ્તુ ન જણાવું? જેના પર બધી જ વસ્તુઓનો આધાર છે?», મેં કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: «કે આને કાબુમાં કરી લો», પછી મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમારી જબાનથી જે કંઈ શબ્દ નીકળે છે તેના પર અમારી પકડ કરવામાં આવશે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે મુઆઝ તમને તમારી માતા ગુમ કરે, લોકોના બક બક કરવાથી જ તો જહન્નમમાં ઊંધા કરી, ચહેરા અથવા નાસ્કોરીની જગ્યાએ નાખવામાં આવશે».