સમજુતી
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સવારમાં જ્યારે ફજર નો સમય થતો તો આ દુઆ પઢતા:
"અલ્લાહુમ્મ બિક અસ્બહના" (હે અલ્લાહ! અમે તારી દેખરેખ હેઠળ સવાર કરી) તારી સુરક્ષા હેઠળ, તારી કૃપાથી ફાયદો ઉઠાવતા, તારા ઝિક્રમાં વ્યસ્ત રહી, તારા નામથી મદદ માંગએ છીએ, તારી તૌફીકની આશા કરતા, તારા તરફથી મળેલ શક્તિ અને તાકાતથી હરકત કરતા, "વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ" (અને તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, અને તારું નામ લઈ અમે જીવિત છીએ અને તારુ નામ લઈને જ અમે મૃત્યુ પામીશું) ઉપર વર્ણવલ શબ્દોને ધ્યાનમાં રાખી સાંજે દુઆ કરતા હતા, અને કહેતા: હે અલ્લાહ ! અમે તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, તારુ નામ લઈ અમે જીવિત છે, તું જ જીવન આપનાર છે અને તારું નામ લઈ અમે મૃત્યુ પામીએ છીએ કારણકે મૃત્યુ પણ તું જ આપે છે, "વઇલૈકન્ નુશૂર" (અને તારી તરફ જ પાછા ફરવાનું છે) મૃત્યુ પછી તું અમને ફરી ઉઠાવીશ અને ભેગા થયા પછી જુદાઈ, દરેક સમયે આ સ્થિતિમાં જ અમે હોઈએ છીએ, દરેક પરિસ્થિતિમાં, તારાથી દૂર જઈ નથી શકતા અને તને છોડી નથી શકતા.
અને જ્યારે અસર પછી સાંજ કરતા તો આ દુઆ પઢતા: "અલ્લાહુમ્મ બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ મસીર" (હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે,) દુનિયાથી પાછા ફરવાનું છે અને આખિરત જ ઠેકાણું છે, તું જ જીવિત કરે છે અને તું જ મૃત્યુ પણ આપે છે.