અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પ...
આપ ﷺ એ જણાવ્યું કે દરેક પ્રકારના નુકસાનને પોતાનાથી અને અન્ય લોકોથી પણ દૂર રાખવા જરૂરી છે, એટલા માટે કોઈના માટે જાઈઝ નથી કે તે પોતાને અને અન્ય લોકોને બ...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સાર...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ બે પ્રકારના લોકોનું ઉદાહરણ વર્ણન કર્યું છે:
પહેલો પ્રકાર: સારો અને સાચો દોસ્...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવ...
એક સહાબી એ અલ્લાહના રસૂલ ﷺ સમક્ષ આગ્રહ કર્યો કે અમને એવી વાત જણાવો જે અમને ફાયદો પહોંચાડે, આપ ﷺ એ આદેશ આપ્યો કે ગુસ્સો ન કરો, અર્થાત્ તે એવા કારણોથી બ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધર...
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે સાચી શક્તિ શક્તિશાળી શરીરનું હોવું નથી, અથવા તે શક્તિશાળી નથી, જે લડાઈમાં બીજાને પછાડી દે, પરંતુ સાચી શક્તિ તો તે છે, જે...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિ...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાર આદતોથી બચવાની તાકીદ કરી રહ્યા છે, જ્યારે એક મુસલમાનમાં આ ચારેય આદતો ભેગી થઈ જાય, તો તેને મુનાફિક ગણવામાં આવશ...
અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે».
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર, બસ અત્તર વેચનાર: જે તમને અત્તર ભેટમાં આપશે અથવા તમે તેની પાસેથી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે, અને ભઠ્ઠી સળગાવનાર: જે તમારા કપડાં સળગાવી દે શે અથવા તો તમને તેની પાસેથી દુર્ગંધ જ આવશે».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે».
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો».
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ એક વ્યક્તિને પોતાના ભાઈને હયા વિષે સમજાવતા સાંભળ્યું તો નબી ﷺ એ કહ્યું: « હયા ઈમાનનો એક ભાગ છે».
મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે, દરરોજ, જેમાં સુર્ય ઊગે છે, તમારો બે વ્યક્તિઓ વચ્ચે ન્યાય કરવો સદકો છે, કોઈને તમે તેની સવારી પર સવાર કરવામાં અથવા તેનો સામાન ઉઠાવી આપવામાં અથવા તેના સામાનને સવારી પરથી ઉતારવો સદકા છે, સારી વાત કરવી પણ સદકાનું કામ છે, નમાઝ માટે જતા દરેક ડગલાં પર સદકો છે અને રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓને હટાવી પણ સદકો છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».
અબુ બરઝહ અલ્ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું».