- ગુસ્સો કરવાથી તેમજ ગુસ્સે થવાના કારણોથી બચવું જોઈએ, એટલા માટે કે તે બુરાઈનું મૂળ છે અને તેનાથી બચવું ભલાઈ પ્રાપ્તિ માટેનું મૂળ સ્ત્રોત છે.
- અલ્લાહ માટે ગુસ્સે થવું,જેવું કે જ્યારે અલ્લાહના આદેશોની વિરુદ્ધ કઈ કામ થઈ રહ્યું હોય, આ ગુસ્સો પ્રશંસનીય છે.
- જરૂરત વખતે વાતનો વારંવાર કહેવી જોઈએ, જેથી સાંભળવાવાળો સમજી જાય અને વાતનું મહત્વ તેના દિમાગમાં સમજાઈ જાય.
- આલિમ પાસે વસિયતનો આગ્રહ કરવો જાઈઝ છે.