/ હયા ઈમાનનો એક ભાગ છે

હયા ઈમાનનો એક ભાગ છે

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ એક વ્યક્તિને પોતાના ભાઈને હયા વિષે સમજાવતા સાંભળ્યું તો નબી ﷺ એ કહ્યું: « હયા ઈમાનનો એક ભાગ છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ એક વ્યક્તિ વિશે સાંભળ્યું કે જે પોતાના ભાઈને શિખામણ આપી રહ્યો હતો કે આટલી હયા કરવાનું છોડી દે ! આપ ﷺ એ જણાવ્યું કે હયા ઈમાનનો એક ભાગ છે અને હયાથી ફક્ત ભલાઈને પ્રાપ્ત થાય છે. હયા એક ઉત્તમ આદત છે, જે સુંદર કાર્યો કરવાનું અને દુષ્ટ કાર્યોને છોડીવાની પ્રેરણા આને છે.

Hadeeth benefits

  1. જે વસ્તુ તમને કોઈ ભલાઈથી રોકે તેનું નામ હયા નથી, પરંતુ શરમ, સંકોચ, અપમાન અને કાયળતા ગણાશે.
  2. હયા સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પાસેથી પ્રાપ્ત થતી એક વસ્તુ છે જે અલ્લાહના આદેશો પર અમલ કરી અને અવૈદ્ય કામોથી બચીને પ્રાપ્ત થાય છે.
  3. લોકો સાથે સર્જન કરવાનો અર્થ એ કે તેમનું સન્માન કરવામાં આવે અને તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે, અને જે સામાન્ય રીતે જે વસ્તુને ખરાબ સમજવામાં આવે છે તેનાથી દૂર રહેવું.