અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું: «વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ...
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ કોઈ એવી સ્ત્રીની જરૂરિયાતનું ધ્યાન રાખતો હોય, જેના પતિનું મૃત્યુ થઈ ગયું હોય, તેની જરૂરિયાત પૂરી કરનાર કો...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લા...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે મોમિન બંદો અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવતો હોય, જેની તરફ તેને પાછા ફરવાનું છે, જ્યાં તેને તેના કાર્યોનો બદલ...
અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત...
આ હદીષમાં નબી ﷺ એ નેકીના કામો કરવા પર પ્રોત્સાહન આપ્વાની સાથે સાથે તે વાત પર પ્રોત્સાહન આપ્યું છે કે નેકીના કોઈ પણ નાનામાં નાના કામને પણ તુચ્છ ન સમજવા...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે હમેંશા સાચું બોલો, અને જણાવ્યું કે સત્યતા પર અડગ રહેવાથી તે તમને કાયમી નેકીઓ તરફ લઈ જશે, અને આ કા...
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે લોકો પર રહેમ નથી કરતો તો અલ્લાહ પણ તેના પર રહેમ નહીં કરે, મખલૂક (સર્જન) પર રહેમ કરવું તે અલ્લાહની રહેમતનું સૌથી મોટું...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું: «વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પાડોશીનું સન્માન કરે, અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પોતાના મહેમાનોનું સન્માન કરે».
અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે».
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો».
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે».
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે».
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».