- આ હદીષમાં કમજોર લોકોની જરૂરત દૂર કરવા, તેમની દેખરેખ રાખવા અને તેમની મદદ કરવા પર ઉભાર્યા છે.
- ઈબાદતમાં દરેક નેક અમલનો સમાવેશ થાય છે, ઈબાદત માંથી એ પણ કે કોઈ વિદ્વા સ્ત્રી અથવા ગરીબ માટે પ્રયત્ન કરવો જોઈએ.
- ઈબ્નુ હુબૈરહ કહે છે: અર્થાત્ અલ્લાહ તઆલા એ તેના માટે એક જ વારમાં રોજદાર, તહજ્જુદ પઢનાર અને જિહાદ કરનાર વ્યક્તિ જેટલો સવાબ કહ્યો છે; એટલા માટે કે તેણે તેના માટે તેના પતિનું સ્થાન લીધું..., અને તે લાચારની જવાબદારી લીધી, જે પોતે ઉભો થઇ શકતો ન હતો, તેણે પોતાની શક્તિ પ્રમાણે તે લોકો પર ખર્ચો કર્યો, અને પોતાની સ્થિતિ પ્રમાણે સદકો પણ કર્યો, એટલા માટે તેનો સવાબ રોજદાર, તહજ્જુદ પઢનાર અને જિહાદ કરનાર જેટલો મળ્યો.