/ કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો

કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો

અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ નેકીના કામો કરવા પર પ્રોત્સાહન આપ્વાની સાથે સાથે તે વાત પર પ્રોત્સાહન આપ્યું છે કે નેકીના કોઈ પણ નાનામાં નાના કામને પણ તુચ્છ ન સમજવામાં આવે, તેનું એક ઉદાહરણ એ છે કે મુલાકાત કરતી વખતે હસતાં મોઢે મળવામાં આવે, અર્થાત્ દરેલ મુસલમાનો એ આ વાત પર ધ્યાન આપવું જોઈએ; કારણકે તેના દ્વારા મોહબ્બત અને લગાવ પેદા થાય છે.

Hadeeth benefits

  1. મોમિનો સાથે મોહબ્બત કરવાની મહત્ત્વતા અને જ્યારે મુલાકાત કરે તો હસતાં મોઢે મુલાકાત કરે.
  2. ઇસ્લામની શરીઅતની સપૂર્ણતા, અને તેમાં એવી દરેક વાતોનો સમાવેશ થાય છે, જેનાથી એક નેક મુસ્લિમ સમાજની રચના અને અલ્લાહની તૌહીદના કલમા પર લોકોને એકઠા કરવામાં આવે છે.
  3. નેકીના કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા, ભલેને તે નેકી નાની હોય.
  4. મુસલમાનમાં ખુશીનો માહોલ ઉતપન્ન કરવુ મુસ્તહબ છે, કારણકે તેમની વચ્ચે મોહબ્બત પેદા થાય છે.