- અલ્લાહ પર અને આખિરત પર ઈમાન દરેક ભલાઈનું મૂળ છે, અને તેના દ્વારા સત્કાર્યો કરવાની પરેણાં મળે છે.
- આ હદીષમાં માનવીને જબાનની આપત્તિઓથી સાવધાન કર્યા છે.
- ઇસ્લામ દીન મોહબ્બત અને ભલાઈનો દીન છે.
- હદીષમાં વર્ણવેલ આદતો ઇમાનની શાખાઓ માંથી છે, અને પ્રશંસનીય આદતો માંથી છે.
- વધુ વાતચીત કરવી હરામ અથવા અવૈદ્ય માર્ગ તરફ લઈ જાય છે, અને ઓછું બોલવુ, ભલાઈ અને સલામતીના માર્ગ તરફ લઈ જાય છે.