જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કર...
આપ ﷺ એ ઇલ્મને એકબીજા પર મોટાઈ અને આલિમો સામે બડાઈ કરવા માટે શીખવાથી સખ્તી સાથે રોક્યા છે, અને એ દેખાડો કરવો કે હું આલિમોની માફક જ છું, અથવા ખુતબા આપવા...
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે».
નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર...
અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ...
સહાબા આપ ﷺ પાસેથી કુરઆન મજીદની દસ આયતો પઢતા અને શીખતાં હતા અને સહાબા ત્યાં સુધી બીજી દસ આયતો આપ ﷺ પાસેથી નહતા શીખતાં જ્યાં સુધી પહેલી દસ આયતો વિશે ઇલ્...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી...
નબી ﷺ જણાવી રહ્યા છે કે જે મુસલમાન અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પણ પઢે છે, તો તેના બદલામાં તેને એક નેકી આપવામાં આવે છે, અને તે નેકીનો બદલો દસ નેકી સુધ...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સા...
આપ ﷺ કુરઆનની તિલાવત કરનારને, તેના પર અમલ કરવાવાળાને, તેને હિફઝ અને તિલાવત કરવામાં કાયમ રહેનારને જ્યારે તે જન્નતમાં દાખલ થશે તો તેના માટે જણાવ્યું કે ત...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો, અને દીનના ઇલ્મને મજલિસો (સભાઓ) માં પદ માટે શણગારનું માધ્યમ ન બનાવો, જેણે આવું કર્યું તો તેના માટે જહન્નમ છે, જહન્નમ છે».
અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે, અને હું એમ નથી કહેતો કે (અલિફ, લામ, મિમ) ત્રણેય એક જ શબ્દ છે, પરંતુ (અલિફ) એક શબ્દ, (લામ) એક શબ્દ અને (મિમ) એક શબ્દ (અર્થાત્ ત્રણેય અલગ અલગ શબ્દ ગણવામાં આવે) છે».
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?» અમે કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ફક્ત ત્રણ આયતો નમાઝમાં પઢે છે, તો તે ત્રણ ગર્ભવતી જાડી ઊંટણીઓ કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ છે».
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય».
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «દુઆ જ ઈબાદત છે», પછી આપ ﷺ એ આ આયત પઢી: «{અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}. [ગોફિર: ૬૦]».