- દુઆ ખરેખર એક મૂળ ઈબાદત છે, એટલા માટે અલ્લાહ સિવાય કોઈના માટે કરવી જાઈઝ નથી.
- દુઆ કરવામાં અલ્લાહની સાચી ઈબાદત અને તેના બેનિયાજ હોવાની તેમજ તેની સંપૂર્ણ કુદરતની દલીલ જોવા મળે છે તેમજ બંદાઓનું મોહતાજ હોવું પણ શામેલ છે.
- અલ્લાહની ઈબાદત સામે ઘમંડ કરવું અને દુઆ કરવાનું છોડી દેવાવાળા વ્યક્તિને સખત ચેતવણી આપી છે, અને જે લોકો અલ્લાહ સામે દુઆ કરવામાં ઘમંડ કરે છે તેઓ અપમાનિત થઈ જહન્નમમાં દાખલ થશે.