/ તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય...

તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ તે વાતથી રોક્યા છે કે ઘરોમાં નમાઝ પઢવામાં ન આવતી હોય, તે ઘર કબ્રસ્તાન જેવા બની જાય છે, જ્યાં નમાઝ પઢવામાં નથી આવતી. નબી ﷺ એ જણાવ્યું કે શૈતાન તે ઘર માંથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહની તિલાવત કરવામાં આવતી હોય છે.

Hadeeth benefits

  1. નફિલ નમાઝ અને ઈબાદત વધુ પડતી ઘરોમાં કરવામાં આવે તો તે જાઈઝ છે.
  2. કબ્રસ્તાનમાં નમાઝ પઢવી જાઈઝ નથી, કારણકે તે ગુલૂ (અતિશયોક્તિ) અને શિર્કનો સૌથી પ્રબળ સ્ત્રોત છે, હા, જનાઝાની નમાઝ પઢી શકાય છે.
  3. સહાબાઓ પાસે તે વાત જાણીતી હતી કે નબી ﷺ એ કબરો પાસે નમાઝ પઢવાથી રોક્યા છે, એટલા માટે નબી ﷺ એ કહ્યું કે ઘરોને કબ્રસ્તાનની માફક ન બનાવો કે જ્યાં નમાઝ પઢવામાં ન આવે.