- સૂરે કહફની મહત્તવતાનું વર્ણન, અને તેની શરૂઆત તેમજ અંતિમ આયતો દજ્જાલના ફિતનાથી બચવાનું કારણ છે.
- આ હદીષમાં દજ્જાલ વિષે ખબર આપવામાં આવી છે, અને તે પણ માર્ગદર્શન આપ્યું કે કઈ વસ્તુ તેના ફિતનાથી સુરક્ષિત રાખશે.
- સંપૂર્ણ સૂરે કહફ યાદ કરવા પર ઊભાર્યા છે, અને જે સક્ષમ ન હોય તે પહેલી અને છેલ્લી દસ આયતો યાદ કરી લે.
- ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: તેનું કારણ એ છે: કહેવામાં આવ્યું: કહફના લોકોના કિસ્સામાં ઘણી અજાયબીઓ અને નિશાનીઓ વર્ણન કરવામાં આવી છે, જે પણ તેને પઢશે તે દજ્જાલ બાબતે ન તો તે પરેશાન થશે અને ન તો તે તેનાથી ભયભીત થશે, અને ન તો તેના ફિતનામાં આવશે, કહેવામાં આવ્યું: અલ્લાહ તઆલાએ કહ્યું: {આ સીધો માર્ગ બતાવનાર કિતાબ છે, જેથી લોકોને અલ્લાહના સખત અઝાબથી ડરાવે}, જેથી તે તેના ગંભીરતા પૂર્વક અને બહાદુરી સાથે તેના પર અડગ રહે, અને આ દજ્જાલના પાલનહારીના દાવા, તેના પ્રભુત્વ અને તેના મહાન ફિતનાનો સામનો કરવા માટે યોગ્ય છે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના ફિતનાનને ખૂબ જ મહાન બતાવ્યો છે, અને તેની બાબતે સચેત પણ કર્યા છે, અને આજ આ હદીષનો અર્થ છે કે જે પણ આ આયતોને પઢશે અને તેમાં ચિંતન મનન કરશે અને તે અર્થને સમજશે, તો તે તેનાથી સચેત થઈ જશે અને તેના ફિતનાથી બચી જશે.