અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હો...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને શિક્ષા આપી રહ્યા છે કે સત્કાર્યો કરો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અલ્લાહથી ડરો, અતિરેક અને આળસ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં...
આપ ﷺ જણાવી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ તેમને વારંવાર પાડોશીઓનો ખ્યાલ રાખવા બાબતે કહેતા રહ્યા, અને સતત પાડોસી પડોશીનો ખ્યાલ રાખવાનો આદેશ આપતા રહ્ય...
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચ...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના મુસ્લિમ ભાઈની ગેરહાજરીમાં તેની ઇઝ્ઝત અને તેના માન સન્માનનો બચાવ કરે છે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તે...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ મા...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી, જે કોઈ મુસલમાન માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતાના માટે પસંદ...
નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું: «વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને...
આપ ﷺ એ જણાવ્યું કે વ્યક્તિની વાત અને અમલમાં નરમી, વિનમ્રતા, કરુણા હોવી તે તેના કાર્યને સુંદર, ખુબસુરત અને સંપૂર્ણતામાં વધારો કરે છે, જેના કારણે વ્યક્ત...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે».
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે».
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે».
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરે છે».
નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું: «વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક દીન સરળ છે, અને જે કોઈ દીન બાબતે સખ્તી અપનાવશે, તો દીન તેના પર ગાલિબ થઈ જશે, (અને તેની સખ્તી ગણવામાં નહીં આવે), બસ તમે પોતાના અમલમાં મજબૂત થાઓ, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મધ્યમ માર્ગ અપનાવો અને ખુશ થઈ જાઓ (આ તરીકા વડે અમલ કરવાથી તમને દુનિયા અને આખિરતમાં બન્ને જગ્યાએ ફાયદા પ્રાપ્ત થશે), સવારે, બપોરે અને સાંજે અને રાત્રે થોડાક ભાગમાં )ઈબાદત દ્વારા) મદદ પ્રપાત કરો».
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે».
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે».
ઉમર બિન અબી સલમહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું નાનો હતો અને નબી ﷺ ની દેખરેખ હેઠળ હતો, (ખાતા સમયે) મારો હાથ વાસણમાં ચારેય બાજુ જતો હતો, તો નબી ﷺ એ મને કહ્યું: «હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ» ત્યારબાદ હું હમેંશા ઉપરોક્ત વાતો મુજબ ખાતો હતો.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે».
સલમા બિન અકવઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે», તે વ્યક્તિ ફક્ત ઘમંડના કારણે જમણા વડે ખાવાની ના પાડી, ત્યારબાદ તે ક્યારેય પોતાના હાથ મોઢા સુધી ન લઇ શક્યો.