- ખાવા-પીવાનું શરૂ કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવું તેના અદબ માંથી એક છે.
- નાના બાળકોને અદબ શીખવાડવા જરૂરી છે, ખાસ કરીને આ જવાબદારી તે લોકોની છે, જેમના હેઠળ બાળકોની તરબિયત થતી હોય.
- નબી ﷺ ની નરમી, અને એ કે આપ બાળકોને અદબ શીખવાડવા માટે કેટલા ચિંતિત રહેતા હતા.
- ખાવાના અદબ માંથી એ કે પોતાની બાજુથી ખાવું જોઈએ, હા, જો વિવિધ પ્રકારની વસ્તુઓ દસ્તરખાન પર હોય તો હાથ લાંબો કરી તેને લઈ શકાય છે.
- નબી ﷺ એ શીખવાડેલા અદબનું સહાબા ઘણું ધ્યાન રાખતા હતા, આ વાત ઉમર રઝી અલ્લાહુ અન્હુની વાતથી પણ સાબિત થાય છે, તેઓએ કહ્યું: ત્યારબાદ હું જ્યારે પણ ખાવા બેસતો નબી ﷺ એ શીખવાડેલા દરેક અદબનું ધ્યાન રાખતો.