- વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે પોતાના માટે પસંદ કરતો હોય, તે વ્યક્તિના ઇમાનમાં કચાસ છે, જે પોતાના માટે કોઈ વસ્તુ પસંદ કરતો હોય અને તે પોતાના ભાઈ માટે પસંદ ન કરતો હોય.
- અલ્લાહ માટે ભાઈચારો પોતાના નસબી ભાઈચારા કરતા પણ વધુ ઉચ્ચ દરજ્જાનો છે, અને તે જરૂરી પણ છે.
- આ મોહબ્બત વિરુદ્ધ દરેક કામ હરામ છે, જેવા કે વાતોમાં, કાર્યોમાં, ધોખો આપવો, નિંદા કરવી, દ્વેષ રાખવો, દુશ્મની કરવી, અથવા એક મુસલમાનના માલ અને તેની ઇઝઝત સાથે રમત કરવી.
- એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, જે કાર્ય કરવા પર ઉત્સુક કરે, જેવા કે "પોતાના ભાઈ માટે".
- ઈમામ કિરમાની રહિમહુલ્લાહએ કહ્યું: અને તે પણ ઇમાન છે કે માનવી પોતાના ભાઈ માટે તે વસ્તુ નાપસંદ કરે, જે તે પોતાના માટે નાપસંદ કરતો હોય, અને આ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો; કારણકે કોઈ વસ્તુને પસંદ કરવી તે દર્શાવે છે તેની વિરુદ્ધ વસ્તુ નાપસંદ હશે, અહીંયા વાત ભલાઈ પર જ પૂર્ણ કરવામાં આવી.