જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમ...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ મસ્જિદમાં આવવાથી રોક્યા છે, જેથી કરીને જે જમાઅત સાથે નમાઝ પઢનાર ભાઈઓને તેની દુર્ગંધથી તકલીફ...
સહલ બિન મુઆઝ બિન અનસ તેઓ પોતાના પિતાથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને ખાવાનું ખાઇ લીધા પછી અલ્લાહની પ્રશંસા કરવા પર ઉભારી રહ્યા છે; કારણકે તમારા સુધી ખાવાનું પહોંચાડવું અને તમ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યાર...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી આ કાર્યો કરતાં: પહેલું: પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, જે...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જે...
આપ ﷺ એ જણાવ્યું કે: અલ્લાહ તઆલા તે પસંદ કરે છે કે તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, અર્થાત્ જે આદેશો અને ઈબાદતોમાં કોઈ કારણસર બંદા પર જે કા...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમા...
આપ ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ મોમિન બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો તેને અલ્લાહ તઆલા પોતાની જાન, માલ અથવા ઘરવાળો પ્રત્યે તકલી...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે કેટલીક હાંડીઓ લાવવામાં આવી, જેમાં શાક બનાવેલું હતું , આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની ખુશ્બુ આવી તો તેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પૂછ્યું: આ હાંડીઓને મારા કોઈ સહાબીની નજીક લઈ જાઓ, જ્યારે તે હાંડીઓ તેમની નજીક લઈ જવામાં આવી, તો તેમણે પણ તેને નાપસંદ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને ખાઈ લો એટલા માટે કે હું તે લોકોથી વાત કરું છું, જેની સાથે તમે નથી કરતા».

સહલ બિન મુઆઝ બિન અનસ તેઓ પોતાના પિતાથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા.

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ કરેલ આદેશોને માનવામાં આવે અને તેના પર અમલ કરવામા આવે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે».

અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી બન્ને પર તેના પ્રાણ, તેના સંતાન અને તેના માલમાં મુસીબતો આવતી રહે છે, અહીં સુધી કે જ્યારે તે પોતાના પાલનહાર સાથે મુલાકાત કરે છે, તો તેના પર કંઈ પણ ગુનાહ હોતા નથી».

શુહૈબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તો તે તેના માટે શ્રેષ્ઠ છે, અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે, તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે».

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે, (તેની સ્થિતિ એ હશે કે) માનવી સવારે મોમિન હશે, તો સાંજે કાફિર અને સાંજે મોમિન હશે, તો સવારે કાફિર હશે, દુનિયાની સામાન્ય વસ્તુઓના બદલામાં માનવી પોતાનો દીન વેચી દેશે».

મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે, અને હું તો ફક્ત વિભાજીત કરનાર છું, આપવાવાળો તો અલ્લાહ જ છે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય».

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબીﷺને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તે વ્યક્તિને આનંદમય રાખે, જે અમારી પાસેથી કોઈ વાત સાંભળે અને તે એવી જ રીતે પહોંચાડી દે, જે રીતે તેણે સાંભળી હોય, ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે છે, તે સાંભળનાર વ્યક્તિ કરતા વધુ ચપળ હોય છે».