- ખાઈ લીધા પછી અલ્લાહની પ્રશંસા કરવી મુસ્તહબ (સારું કાર્ય) છે.
- અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર ભવ્ય કૃપાનું વર્ણન, કે તેણે પોતાના બંદાઓ માટે રોજીની વ્યવસ્થા કરી તેમજ તેના માટેના માર્ગ સરળ બનાવ્યા અને તેમાં પણ તેમના ગુનાહો માફ કરવાનું કારણ બનાવ્યું.
- બંદાના દરેક કાર્યો એક અલ્લાહ તરફથી જ હોય છે, તેમની પોતાની શક્તિ અને તાકાત દ્વારા નથી હોતા, બંદાઓને સ્ત્રોત અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.