/ અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે...

અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ મોમિન બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો તેને અલ્લાહ તઆલા પોતાની જાન, માલ અથવા ઘરવાળો પ્રત્યે તકલીફમાં અજમાયશ કરે છે, કારણકે તેના કારણે તે બંદો અલ્લાહ સમક્ષ આજીજી કરી દુઆ કરે છે, તો તેના ગુનાહો માફ કરી દેવામાં આવે છે અને તેનો દરજ્જો ઊંચો કરી દેવામાં આવે છે.

Hadeeth benefits

  1. મોમિનની ઘણી પ્રકારની મુસીબતો વડે અજમાયશ કરવામાં આવે છે.
  2. અજમાયશ ઘણી વખતે પોતાના બંદા પ્રત્યે મોહબ્બત કરવાની ઓળખ હોય છે, જેના વડે તેના દરજ્જાને બુલંદ થાય છે અને તેના ગુનાહોને માફ કરી દે.
  3. આ હદીષમાં મુસીબત અને અજમાયશના સમયે સબર કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.