- જે વ્યક્તિ કાચું લસણ, કાચું ડુંગળી અને લીલી ડુંગળી ખાઈ તેના માટે મસ્જિદમાં આવવા પર રોક લગાવી છે.
- તે દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાંથી દુર્ગંધ આવતી હોય અને જેના કારણે નમાઝ પઢનારને તકલીફ થતી હોય, જેવું કે બીડી સિગરેટ અને તંબાકુ જેવી વસ્તુઓ.
- જે રોક લગાવવામાં આવી છે, તે તેની દુર્ગંધના કારણે, જો વારંવાર સારી રીતે પકાવવાથી અથવા અન્ય રીતે તેની દુર્ગંધ ખતમ કરવામાં આવે તો આ જે રોક છે, તે હટી જશે.
- આ જે રોક લગાવી છે, તે વ્યક્તિ માટે જે મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢતો હોય અને મસ્જિદમાં હાજરી આપતો હોય, જે વ્યક્તિ આ બધી વસ્તુ નમાઝમાં હાજરી ન આપવા માટે બહાનારૂપે ઉપયોગ કરે તો તેના માટે હરામ છે.
- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લસણ જેવી વસ્તુઓ ખાવાથી પરહેજ કર્યો એટલા માટે નહીં કે તે હરામ છે, પરંતુ એટલા માટે કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહી લઈ આવતા હતા.
- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષા આપવાનો ઉત્તમ તરીકો, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ સાથે તેને લગતું કારણ પણ વર્ણન કર્યું, જેથી સાંભળનાર તેની હિકમત સારી રીતે જાણી શકે.
- ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમોએ ઉપરોક્ત આદેશનો સબંધ, મસ્જિદમાં નમાઝ સિવાય અન્ય તે દરેક જગ્યાઓ પર કર્યો છે, જ્યાં જમાઅત થતી હોય, જેવું કે ઈદની નમાઝ, જનાઝાની નમાઝ વગેરે, તેમજ આ વાત ઇલ્મી મજલીસ, ઝિક્ર અને વલીમામાં પણ લાગુ પડે છે, હા, બજાર વગેરે જેવી જગ્યાનો સમાવેશ થતો નથી.
- આલિમોએ કહ્યું: આ હદીષ એ વાતની પુષ્ટિ કરે છે કે કાચા લસણ જેવી વસ્તુઓ ખાઈને મસ્જિદમાં આવી શકતા નથી, ભલેને મસ્જિદ ખાલી હોય, કારણકે તે ફરિશ્તાઓની જગ્યા છે, હદીષના સામાન્ય અર્થથી આ વાત સાબિત થાય છે.