/ અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે

અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે

મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે, અને હું તો ફક્ત વિભાજીત કરનાર છું, આપવાવાળો તો અલ્લાહ જ છે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા જેના માટે ભલાઈનો ઈરાદો કરે છે તો તેને દીનનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપે છે, અને આપ ﷺ તો ફક્ત વિભાજીત કરવાવાળા છે, રોજી તેમજ ઇલ્મ અને આ પ્રમાણેની અન્ય વસ્તુઓમાં, ખરેખર આપવાવાળી ઝાત તો અલ્લાહની જ છે, એના વગરના જેટલા સ્ત્રોત છે, તે અલ્લાહના હુકમ વગર કોઈ ફાયદો નહીં પહોંચાડી શકે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય.

Hadeeth benefits

  1. શરીઅતનું ઇલ્મ પ્રાપ્ત કરવાની મહત્ત્વતા અને તેની મહાનતા, તેમજ તેના પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. આ કોમમાં સત્યનું હોવું જરૂરી છે, જો કોઈ કોમ અથવા જૂથ તેને છોડી દે છે, તો અન્ય લોકો પણ તેને છોડી દે શે.
  3. દીનની સમજ પોતાના બંદા માટે ભલાઈનો ઈરાદો, તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે હોય છે.
  4. નબી ﷺ, અલ્લાહના આદેશ અને તેની ઈચ્છા પ્રમાણે આપે છે, તે પોતે કોઈ વસ્તુના માલિક નથી.