/ એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે...

એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે...

અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટ જણાવ્યું કે એક મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચે, જેવી કે બીમારી, ચિંતા, ગમ, મુસીબત, આફત, ડર અને તંગી અહીં સુધી કે જો તેનાપલ પગમાં કાંટો પણ વાગે તો આ દરેક તકલીફ અને મુસીબત તેના ગુનાહોના કફ્ફારો બની જાય છે.

Hadeeth benefits

  1. મોમિન બંદાઓ પર અલ્લાહની કૃપા અને તેની રહેમતનું વર્ણન કે તેને સામાન્ય તકલીફ પહોંચવા પર તેના ગુનાહો માફ કરી દે છે.
  2. મુસલમાન માટે જરૂરી છે કે તે તકલીફના સમયે અલ્લાહ પાસે સવાબની આશા રાખે, અને તે દરેક નાની મોટી તકલીફો પર સબર કરે, જેથી તેના દરજ્જામાં વધારો થાય અને તેના ગુનાહો માફ થાય.