આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે: નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.
આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી».
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહની નજીક દુઆ કરતા વધારે મહત્વની ઈબાદત કોઈ નથી, એટલા માટે કે બંદો પોતાની આજીજીની પુષ્ટિ કરે છે અને અલ્લાહની બેનિયાજી...
અબુ સઈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલ...
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે નિઃશંક જ્યારે કોઈ મુસલમાન અલ્લાહ પાસે દુઆ કરે છે, અને કોઈ વસ્તુ માંગે છે, જેમાં કોઈ ગુનાહનું કાર્ય ન હોય, જેમાં ગુન...
ઉબાદહ બિન સોમિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «જન્નતમાં સો દરજ્જા હશે, દરેક બે દરજ્જા વચ્ચે આકા...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં સો જેટલા દરજ્જા હશે દરેક બે દરજ્જા વચ્ચેનું અંતર આકાશ અને ધરતી વચ્ચેના અંતર જેટલું છે, સૌથી શ્રેષ્ઠ અ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિ...
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સતત એ વાતની દુઆ કરતાં હતા કે અલ્લાહ તેમને દીન અને અનુસરણ કરવા પર અડગ રાખે, તેમજ દુષ્ટ કાર્યો અને ગુમરાહીથી દૂર...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે: નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી».

અબુ સઈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, પ્રથમ તો તેની દુઆ મુજબ તે જ સમયે તેને આપવામાં આવે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત, જે તેના પર આવવાની હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે» રાવી કહે છે કે એમ તો વધુ દુઆઓ કરીશું, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહ તેના કરતા પણ વધારે આપવાવાળો છે».

ઉબાદહ બિન સોમિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «જન્નતમાં સો દરજ્જા હશે, દરેક બે દરજ્જા વચ્ચે આકાશ અને જમીન વચ્ચે જેટલું અંતર હશે, સૌથી ઉચ્ચ દરજ્જો ફિરદૌસનો હશે, જેની નીચેથી ચાર પ્રકારની જન્નતની નહેરો વહે છે, તેની ઉપર અર્શ હશે, જ્યારે તમે અલ્લાહથી સવાલ કરો તો ફિરદૌસનો સવાલ કરો».

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ"». તો મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ!, અમે તમારા પર અને તમે જે શરીઅત લઈને આવ્યા છો, તેના પર ઇમાન લાવીએ છીએ, શું તમને અમારા વિશે ભય લાગતો હોય છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, લોકોના દિલ અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે છે, તે જેવું ઈચ્છે ઉલટફેર કરતો હોય છે».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ કરતા હતા: «"અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે».

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આ દુઆ શીખવાડી: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક, વઅઊઝુ બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅઊઝુ બિક મિનન્ નાર, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્" હે અલ્લાહ ! હું તારી પાસે સંપૂર્ણ ભલાઈ માગું છું, જે મને નજીકમાં અને ભવિષ્યમાં મળશે, જે મને ખબર હોય અને જે મને ખબર ન હોય તે પણ, હે અલ્લાહ! હું તારી પાસે દરેક બુરાઈથી પનાહ માગું છું, જે નજીકમાં આવશે કે ભવિષ્યમાં, જે મને ખબર હોય અથવા જેને હું ન જાણતો હોય, હે અલ્લાહ ! હું તારી પાસે તે ભલાઈ માંગુ છું, જે તારા બંદા અને તારા નબીએ તારી પાસે માંગી હતી, અને હું તે વસ્તુથી પનાહ માગું છું, જેને તારા બંદા અને તારા નબીએ પનાહ માંગી હોય, હે અલ્લાહ ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને તે દરેક વાત તેમજ અમલનો પણ સવાલ કરું છું, જે મને જન્નતથી નજીક કરી દે, અને હું તારી પાસે જહન્નમથી પનાહ માગું છું અને તે દરેક વાત તેમજ અમલથી પણ પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે, અને હું તારી પાસે સવાલ કરું છું, તે દરેક નિર્ણય જે તે મારા માટે કર્યો છે, તેને શ્રેષ્ઠ કરી દે».

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ મા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».

અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને દીન અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પોતાનો પયગંબર માની લે, તો તેણે ઈમાનની મીઠાસનો સ્વાદ ચાખી લીધો».

મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, તો તમે તે સ્થિતિમાં ખુબ જ દુઆઓ કરો».