- જન્નતમાં જન્નતીઓના દરજ્જા અને પદમાં તફાવત હશે, અને એ તેમના ઇમાન તેમજ નેક અમલ પ્રમાણે હશે.
- અલ્લાહ પાસે જન્નતુલ્ ફિરદૌસનો સવાલ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- જન્નતમાં સૌથી ઉચ્ચ ફિરદૌસ હશે અને તેની મહાન સ્થિતિનું વર્ણન.
- એક મુસલમાનના ઈરાદા અને હિંમત ઉચ્ચ હોવા જોઈએ, તેમજ અલ્લાહ પાસે ઉચ્ચ અને શ્રેષ્ઠ દરજ્જો માંગવો જોઈએ.
- જન્નતમાં ચાર પ્રકારની નહેરો છે, એક પાણીની, એક દૂધની, એક પવિત્ર શરાબની અને એક શુદ્ધ મધની, તેનું વર્ણન કુરઆન મજીદમાં થયું છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તે જન્નતની વિશેષતા, જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે, જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે, જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે, અને મધની નહેરો છે, જે ખુબ જ ચોખ્ખી છે [મુહમ્મદ: ૧૫].