ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ ક...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજાણી સ્ત્રીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું: તમે અજાણી સ્ત્રીઓથી બચો કે તમે તેમની પાસે જાઓ, અને સ્ત્રીઓ પણ અજાણ પ...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે».
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સ્ત્રીના લગ્ન વલી (જવાબદાર) વગર કરાવવા યોગ્ય નથી, લગ્નનો કરાર વખતે વલીનું હોવું ખૂબ જ જરૂરી છે.
ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્ત્રી પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરે...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીને પોતે જ પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરવાથી રોક્યા છે, અને જો તે શાદી કરી લે, તો તેની શાદી અમાન્ય ગણા...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને સખત ચેતના આપી છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે, અને આ એવું ખરાબ કૃત્ય છ...
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગ...
નબી ﷺ એ જણાવ્યું કે એક એવી શરત જે સૌથી વધારે પુરી કરવાનો હક ધરાવે છે, તે લગ્ન વખતે સ્ત્રીને હલાલ કરવા માટે કરીએ છીએ તે છે, આ તે જાઈઝ અને શરીઅત પ્રમાણે...
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! દેવર વિશે શું હુકમ છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેવર તો મોત છે».
ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્ત્રી પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરે તો તેની શાદી અમાન્ય છે, - નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી - (ફરી કહ્યું) જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે સમાગમ કરે, તો તેના બદલામાં તે મહેર આપે, જો વાલીઓ બંનેને અલગ કરી દે, તો શાસક તેનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે».
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો».
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ તેની તરફ જોશે પણ નહીં».
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે તેઓ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાસે હતા, તે જ સમયે તેમણે પીવા માટે પાણી માંગ્યું, તો એક મજૂસીએ તેમને (ચાંદીના વાસણમાં) પાણી લાવી આપ્યું, જ્યારે તેણે ગલાસ તેમના હાથમાં આપ્યો, તો તેમણે તેને ફેંકી દીધો, અને કહ્યું: જો મેં તેને વારંવાર આ વિષે કહ્યું ન હોત તો હું તેની સાથે આવો વ્યવહાર ન કરતો, પરંતુ જો મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા ન હોત: «રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે».
અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «ત્રણ વ્યક્તિ પરથી કલમ ઉઠાવી લેવામાં આવી છે, સૂતેલા વ્યક્તિ પરથી, જ્યાં સુધી તે જાગી ન જાય, બાળક પરથી જ્યાં સુધી તે બાલિગ (પુખ્ત વય) ન થઈ જાય, અને પાગલ વ્યક્તિ પરથી જ્યાં સુધી તેનામાં બુદ્ધિ ન આવી જાય».