ઝુબૈર બિન મુતઇમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય».
આપ ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સંબંધી સાથે સંબંધ તોડે છે, અથવા તેમના અધિકાર નથી આપતો તેમજ તેમને તકલીફ આપે છે તો તે જન્નતમાં દાખલ નહીં થઈ શકે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલ...
આ હદીષમાં નબી ﷺ સગા સંબંધીઓના સંબંધનો ખ્યાલ રાખવા પર પ્રોત્સાહન આપે છે, જેમકે તેમની મુલાકત લેવી તથા તેમની શારીરિક તેમજ આર્થિક મદદ કરવી, જેના કારણે રો...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: «સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સં...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કે જે વ્યક્તિ સગા સંબંધીઓના સારા વ્યવહાર કરવા પર, સારો વ્યવહાર કરે તે એક આદર્શ વ્યક્તિ નથી, તે ઉપકારના બદલામાં ઉપકાર કરી...
બહઝ બિન હકીમ પોતાના પિતાથી તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે કે: મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લ...
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે સૌથી વધારે સદ્ વ્યવહારનો અધિકાર તેમજ ઉપકાર કરવાનો હક તેમજ ભલાઈ, સારું વર્તન અને સિલા રહેમીનો હક: તમારી માતા ધર...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે...
આપ ﷺ એ જણાવ્યું કે ગિબત વસ્તુ હરામ છે, અને તે એ કે કોઈ ગેરહાજર મુસ્લિમ વ્યક્તિ વિશે એવી વાર્તાલાપ કરવી, જે તે પસંદ ન કરતો હોય, તેના બાળપણની કોઈ આદત વિ...
ઝુબૈર બિન મુતઇમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય».
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: «સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે».
બહઝ બિન હકીમ પોતાના પિતાથી તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે કે: મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય», પૂછવામાં આવ્યું કે જો તે વાત ખરેખર તેની અંદર હોય તો પણ? નબી ﷺ એ કહ્યું: «જે વાત તમે તેના વિશે કહી રહ્યા હોય અને જો તેનામાં એવું જ હોય તો તે જ ગિબત છે અને જો તેનામાં એ પ્રમાણે ન હોય તો પછી બોહતાન (આરોપ) છે».
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)
રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરેક માદક પદાર્થ શરાબ છે અને દરેક માદક પદાર્થ હરામ છે, જે વ્યક્તિએ દુનિયામાં શરાબ પીધી અને તૌબા કર્યા વગર મૃત્યુ પામશે તો તે આખિરતમાં તેનાથી વંચિત રહી જશે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ એ ફતહના દિવસે લોકો સામે પ્રવચન આપ્યું, અને કહ્યું: « (હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું, હવે બે પ્રકારના લોકો જ રહ્યા: એક અલ્લાહની નજરમાં સદાચારી, પરહેજગાર, પ્રતિષ્ઠિત, અને બીજા અલ્લાહની નજરમાં વિદ્રોહી, દુરાચારી અને કમજોર, દરેકે દરેક આદમના સંતાન છો, અને આદમને અલ્લાહ તઆલાએ માટી વડે પેદા કર્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે, જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત: ૧૩]».