- શરાબ એટલા માટે હરામ કરવામાં આવી છે કે તે બુદ્ધિને નષ્ટ કરી દે છે, અને દરેક પ્રકારના માદક પદાર્થ હરામ છે.
- અલ્લાહ તઆલાએ શરાબ એટલા માટે હરામ કરી કે તેમાં ઘણા નુકસાન અને બુરાઈઓ છે.
- જન્નતમાં શરાબ પીવું એ સંપૂર્ણ આનંદ અને ભવ્ય નેઅમત નિશાની છે.
- જે વ્યક્તિ દુનિયામાં હરામ કરેલ શરાબ પીવાથી પોતાને બચાવી ન શક્યો, તો અલ્લાહ તઆલા તેને જન્નતમાં જે પાક અને પવિત્ર શરાબ છે, તેનાથી વંચિત કરી દેશે, બદલો અમલ પ્રમાણે જ આપવામાં આવે છે.
- મૃત્યુ પહેલા કબીરહ ગુનાહથી તૌબા કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.