અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે».
નબી ﷺ કહે છે કે મને અલ્લાહ તઆલાએ જણાવ્યું અને કહ્યું કે હે ઈબ્ને આદમ ! જરૂરી અને મુસ્તહબ (યોગ્ય) બન્નેમાં ખર્ચ કરતો રહે, તેના બદલામાં અલ્લાહ તઆલા તને...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે...
નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના ઘરવાળાઓ પર અર્થાત્ પોતાની પત્ની, માતા-પિતા અને બાળકો પર અલ્લાહની નિકટતા માટે તેમજ સવાબની નિયત રાખતા ખર્ચ કરત...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જ્યારે...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે મૃત્યુની સાથે જ માનવીના કાર્યો ખતમ થઈ જાય છે, મૃત્યુ પછી તેને નેકીઓ...
માલિક બિન ઓસ બિન હસષાન રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું લોકો વચ્ચે કહેતો આયો કે સોનાના બદલામાં દિરહમ કોણ બદલી આપશે? તો તલ્હા બિન ઉબૈદુલ્લાહએ કહ્યું:...
તાબઇ માલિક બિન ઓસ પાસે સોનાના દિરહમ હતા અને તેઓ તેને ચાંદીના સિક્કા વડે બદલવા માગતા હતા, તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમારા સોનાના...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર
ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘ...
રમઝાન પછી આપ ﷺએ ફિતરો આપવો જરૂરી કર્યું છે, જેનો માપ એક સાઅ છે, જેનો વજન ચાર મૂદનો હોય છે. મુદ: મધ્યસ્થ વ્યક્તિનું ખોબા જેટલું, ઘઉં અથવા ખજૂર માંથી, દ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે».
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે».
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે».
માલિક બિન ઓસ બિન હસષાન રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું લોકો વચ્ચે કહેતો આયો કે સોનાના બદલામાં દિરહમ કોણ બદલી આપશે? તો તલ્હા બિન ઉબૈદુલ્લાહએ કહ્યું: અને તેમની વચ્ચે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, તમારું સોનુ બતાવો, થોડીક વાર પછી અમારી પાસે આવજો જ્યારે અમારો સેવક આવી જશે, તો અમે તમને ચાંદીના દિરહમ આપી દઈશું, ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાપિ નહીં, અલ્લાહની કસમ ! યા તો તમે એમને ચાંદી આપો અથવા તમે તેમને સોનુ આપો, એટલા માટે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી».
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર
ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે.
અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે તેમણે કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, તો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમતરફ (આપનું સ્વાગત કરવા) દોડીને આવ્યા, અને દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યું, અને હું જોવા માટે લોકોની ભીડમાં આવ્યો, અને જ્યારે ધ્યાનથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો જોયો, તો મને યકીન થઈ ગઈ કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી, અને પહેલી વાત જે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળી, તે આ હતી: «હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} [અલ્ મુઅમિનૂન: ૫૧] અને કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ} [અલ્ બકરહ: ૧૭૨], ફરી એક વ્યક્તિનો ઝિકર કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો પછી તેની દુઆ કેમ કરી કબૂલ કરવામાં આવે?».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ કોઈ ગરીબ (દેવાદાર)ને મહેતલ આપે અને કંઈક દેવું માફ પણ કરી દે, તો અલ્લાહ તેને કયામતના દિવસે પોતાના અર્શની નીચે જગ્યા આપશે».
જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ: «અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે».
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે, તેથી નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: જ્યારે તે મૃત્યુ પછી અલ્લાહને મળ્યો તો અલ્લાહ એ તેને માફ કરી દીધો».
ખવલહ અન્સારીયા રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેણીએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ, રોઝો ઢાલ છે, જ્યારે તમારા માંથી કોઈ રોઝો રાખે તો કોઈ વ્યર્થ કાર્ય ન કરે અને ન તો બુમો પાડે, જ્યારે કોઈ તેને ગાળો બોલે અથવા તેની સાથે કોઈ ઝઘડો કરે તો તેને કહી દે કે હું રોઝેદાર છું, કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રાણ છે, અલ્લાહ પાસે રોઝેદારના મોઢા માંથી આવતી સુગંધ કસ્તુરીની સુગંધ કરતા પણ વધુ પ્રિય છે, રોજદાર માટે બે ખુશી ની જગ્યા છે: એક તો જ્યારે તે ઇફતારી કરે, ત્યારે ઇફતારી કરવાના કારણે તેની ખુશી અને બીજી ખુશી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકત કરશે તો (પોતાના રોઝાનો સવાબ જોઈ) ખુશ થઈ જશે».