- આ હદીષમાં સદકો કરવા પર અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- ભલાઈના કામોમાં ખર્ચ કરવું, રોજીમાં બરકત માટેના મહાન સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે, અને બંદાના ખર્ચ કરવા પર અલ્લાહ જરૂર તેને પાછું આપે છે.
- આ હદીષનો એક પ્રકાર છે જેમાં નબી ﷺ પ્રત્યક્ષ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, તેને હદીષે કુદ્સી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા લક્ષણો નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેનું ચેલેન્જ આપવામાં આવ્યું હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.