- રમઝાનમાં સદકતુલ્ ફિતર કાઢવો જરૂરી છે, દરેક આઝાદ વ્યક્તિ પર કે ગુલામ પર, ગુલામ બાબતે તેના માલિકોને આદેશ આપવામાં આવ્યો, તેમજ વ્યક્તિ પોતાની તરફથી અને પોતાના સંતાન તરફથી જવાબદાર રહેશે, જેનો ખર્ચ તેના શિરે હોય.
- માતાના પેટમાં રહેલા બાળક માટે સદકતુલ્ ફિતર કાઢવું જરૂરી નથી પરંતુ મુસ્તહબ છે.
- સદકતુલ્ ફિતરમાં જે આપવુ જોઈએ તેનું વર્ણન અને એ કે સામાન્ય રીતે ચાલતો ખોરાક આપવો જોઈએ.
- ઈદની નમાઝ પહેલા આપવું જરૂરી છે, ઈદની સવારે આપવું શ્રેષ્ઠ છે, તેમજ ઈદના એક દિવસ અથવા બે દિવસ પહેલા આપવું જાઈઝ છે.