- લોકોના હાથમાં જે પૈસા છે, તે અલ્લાહનું નાણું છે, તેણે તેમને તેના પર નાયબ (ઉત્તરાધિકારી) તરીકે નિયુક્ત કર્યા છે, જેથી તેઓ તેને કાયદેસર રીતે ખર્ચ કરે, અને અન્યાયી રીતે તેનો ખર્ચ ન કરે, અને આ ગવર્નરો અને અન્ય લોકો માટે સામાન્ય નિયમ છે.
- જાહેર નાણાં (પ્રજાએ ભેગો કરેલો માલ) અંગેના કાયદાની કડકતા, અને જે કોઈને તેમાંથી કોઈ વસ્તુ સોંપવામાં આવે છે, તે તેના સંગ્રહ અને ખર્ચ માટે કયામતના દિવસે જવાબદાર રહેશે.
- આ ચેતવણીમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ગેરકાયદેસર રીતે નાણાંનો નિકાલ કરે છે, પછી ભલે તે તેમના પોતાના હોય કે અન્ય કોઈના.