આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પ...
નબી ﷺ એ તે ખોરાકની હાજરીમાં નમાઝ પઢવાથી રોક્યા છે, જેના માટે મનમાં લાલસા હોય અને દિલ તેની તરફ જ લાગેલું હોય છે. એવી જ રીતે સખત પેશાબ અથવા હાજતની જર...
ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મ...
ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે, મારાથી ખુશૂઅ ગાયબ કરી દ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યુ...
નબી ﷺ એ જણાવ્યું કે લોકો માંથી સૌથી મોટો ચોર જે પોતાની નમાઝમાં ચોરી કરતો હોય, એટલા માટે ક્યારેક તો ચોરી કરેલો માલ તેને દુનિયામાં ફાયદો પહોંચાડે છે, આવ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતા...
આ હદીષમાં નબી ﷺ એ તે લોકો માટે સખત ચેતવણી વર્ણન કરી છે જેઓ પોતાનું માથું ઈમામ પહેલા ઉઠાવી લે છે, કે અલ્લાહ તેમના માથાને ગધેડાના માથા માફક કરી દે, અથવા...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિ નમાઝની સ્થિતિ બાબતે શંકામાં પડી જાય તો, અ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».

ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે».

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં શંકામાં પડી જાય, તો અને તેને યાદ ન હોય કે તેણે ત્રણ રકઅત પઢી છે કે ચાર, તો તે શંકા છોડી દે અને તેણે જેટલી રકઅત પઢી લેવા પર યકીન હોય, તે પ્રમાણે નમાઝ પઢી લે અને સલામ પહેલા બે સિજદા કરી લે, જો તેની પાંચ રકઅત નમાઝ થઈ હશે, તો આ સિજદા તેની રકઅતને બેકી સંખ્યામાં (અર્થાત્ છો રકઅત્) કરી દેશે, અને જો સંપૂર્ણ ચાર રકઅત પાધિ હશે તો આ બંને સિજદા શૈતાનના અપમાન અને રૂસ્વાઈનું કારણ બનશે».

વાબિસહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો.

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામનો જન્મ થયો, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણી પોતાના માટે કુરબાની આપી, અને જે બીજી ઘડીએ આવે, તો તેણે એક ગાયની કુરબાની આપી ગણાશે, અને ત્રીજી ઘડીએ આવે તો તેણે પોતાના માટે એક સિંગળાવાળા ઘેટાની કુરબાની આપી ગણાશે, અને જે ચોથી ઘડીએ આવે, તો તેણે એક મરઘીની કુરબાની આપી ગણાશે, અને જે પાંચમી ઘડીએ આવે, તો તેણે એક ઇંડાની કુરબાની આપી ગણાશે, બસ જ્યારે ઈમામ આવી પહોંચે તો ફરિશ્તાઓ ઝિક્ર સાંભળવા બેસી જાય છે»

ષૌબાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ નમાઝ પૂરી કરી સલામ ફેરવતા અને મોઢું ફેરવી બેસતા તો ત્રણ વખત અલ્લાહ પાસે માફી માંગતા અને આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ», (અર્થ: હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાન અને સન્માન વાળા) વલીદે કહ્યું: મેં ઔઝાઇથી પૂછ્યું કે ઇસ્તિગ્ફાર કઈ રીતે? તેમણે કહ્યું: તમે ફક્ત આટલું જ કહો: અસ્તગ્ફિરુલ્લાહ, અસ્તગ્ફિરુલ્લાહ.

અબૂ ઝુબૈર કહે છે: અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુમા દરેક નમાઝમાં સલામ ફેરવ્યા પછી આ દુઆ પઢતા હતા: «લા ઇલાહ ઇલ્ લલ્લાહુ વહ્દહુ લા શરિક લહુ, લહુલ્ મુલકુ વલહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર, લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ, વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહુ, લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝલુ વલહુસ્ સનાઉલ્ હસન, લા ઇલાહ ઇલ્ લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન વલવ કરિહલ્ કાફિરૂન» (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, વખાણ પણ તેના જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, કોઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ કોઈ પણ ગુનાહથી બચી નથી શકતો અલ્લાહની તૌફીક વગર. અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ફક્ત તેની જ બંદગી કરીએ છીએ, સંપૂર્ણ નેઅમતોનો માલિક તે છે, સંપૂર્ણ કૃપા તેના જ માટે છે, દરેક સારા વખાણને લાયક તે જ છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ખાલીસ તેની જ બંદગી કરવાવાળા છે, ભલેને કાફિર નાપસંદ કરે), અને કહેતા: «નબી ﷺ પણ દરેક નમાઝ પછી આ શબ્દો કહેતા હતા».

વર્રાદ મુગૈરહ બિન શુઅબહના લેખક રિવાયત કરે છે તેઓ કહે છે કે મને મુગૈરહ બિન શુઅબહ રઝી અલ્લાહુ અન્હુએ મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ તરફ એક પત્ર લખવાનું કહ્યું: કે નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ પછી આ દુઆ પઢતા હતા: «لا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ» અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ જેને તું આપવા ઈચ્છે તેને કોઈ રોકી નથી શકતું, જેનાથી રોકી લે તેને કોઈ આપી નથી શકતું, કોઈ ધનવાન વ્યક્તિને તેનો માલ તારી સામે કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે.