- જુમ્માના દિવસે ખાસ કરીને સારી રીતે ગુસલ કરવા પર ઉભાર્યા છે, અને જુમ્માની નમાઝ માટે વહેલા મસ્જિદ પહોંચી જવું જોઈએ.
- દિવસની પ્રથમ ઘડીમાં જુમ્માની નમાઝ પઢવા માટે મસ્જિદ જવાની મહત્ત્વતા.
- નેક કામ કરવા માટે પહેલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- જુમ્માની નમાઝમાં ફરિશ્તાઓ હાજરી આપે છે, તેમજ ખુતબો પણ સાંભળે છે.
- ફરિશ્તાઓ મસ્જિદોના દરવાજા પર ઉભા રહી આવનાર લોકોના સવાબ વિષે લખતા હોય છે, બસ જુમ્માની નમાઝ માટે જે પહેલો આવે તેને પહેલાનો સવાબ મળે છે.
- ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શબ્દ: "જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે" તે વાતનો પુરાવો છે કે જુમ્મા માટે કરવામાં આવતા ગુસલનો સમય ફજર પછીથી શરૂ થાય છે, અને જુમ્માની નમાઝ સુધી રહે છે.