- એક નમાઝ પઢનાર વ્યક્તિ જ્યારે નમાઝ દરમિયાન મુંઝવાય જાય અને શંકામાં પડી જાય, તો તેણે યકીન પર અમલ કરવો જોઈએ, અને શંકાને છોડી દેવી જોઈએ, અને નાની સંખ્યા પર અમલ કરવો જોઈએ, તો તેની નમાઝ પુરી થઈ જશે, અને તેણે સલામ ફેરવતા પહેલા સજદએ સહ્વના બે સિજદા કરવા જોઈએ.
- આ બન્ને સિજદા નમાઝને પૂર્ણ કરવા અને શૈતાનને અપમાનિત સ્થિતિમાં પાછો મોલવાનો એક તરીકો છે, તેની ઈચ્છાથી ખૂબ જ દૂર જે તે ઈચ્છતો હતો.
- હદીષમાં શંકા એ કોઈ પણ પ્રકારનો ખચકાટ છે, તેથી જો શંકા હોય અને તે પ્રબળ હોય, તો તેના પર અમલ કરવામાં આવે છે.
- વસવસા અને વહેમનો સામનો કરી શરીઅતના આદેશ મુજબ અમલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.