બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર...
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મુસલમાન અને અન્ય લોકો અર્થાત્ કાફિર અને મુનાફિક વચ્ચે એક ઠોસ વચન નમાઝ છે, જે વ્યક્તિ નમાઝ છોડશે તો તેણે કુફ્ર કર્યુ...
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».
નબી ﷺ એ ફર્ઝ નમાઝ છોડવા પ્રત્યે સચેત કર્યા છે, અને જણાવ્યું કે વ્યક્તિ અને શિર્ક તેમજ કુફ્રમાં પડવું આ બંને વચ્ચેનું અંતર નમાઝ છોડવું છે, નમાઝ ઇસ્લામન...
સાલિમ બિન અબીલ્ જઅદે કહ્યું: એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તો લોકોએ તેને ઠપકો આપ્યો કે આ વ્યક્તિ તો નમાઝને તકલીફ...
સહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તેની આજુબાજુ અન્ય સહાબાઓએ સાંભળ્યું તો તેને ઠપકો આપવા લાગ્યા, તો તેણે...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ન...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ માટે તકબીર કહેતો તો સૂરે ફાતિહા પઢતા પહેલા થોડી વાર ચૂપ રહેતા, નબી સલ્લલ્લાહુ અ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કર...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ દરમિયાન પોતાના હાથ ત્રણ જગ્યાએ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા હતા. પહેલી જગ...

બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».

સાલિમ બિન અબીલ્ જઅદે કહ્યું: એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તો લોકોએ તેને ઠપકો આપ્યો કે આ વ્યક્તિ તો નમાઝને તકલીફ સમજે છે, તો તેણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને જ્યારે અલ્લાહુ અકબર કહી રુકૂઅમાં જતાં (ત્યારે પણ પોતાના બંને હાથ ઉઠાવતા) અને રુકૂઅ માંથી માથું ઉઠાવતા તો ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, અને બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને કહેતા: «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)», અને સિજદામાં જતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.

ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તો એક વ્યક્તિ આવ્યો, તેણે નમાઝ પઢી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો અને કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», તે ગયો અને જે પ્રમાણે નમાઝ પઢી હતી તે પ્રમાણે ફરીવાર નમાઝ પઢી, ફરી પાછો આવ્યો, તેણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», ત્રણ વખત આ પ્રમાણે જ થયું, ફરી તેણે કહ્યું: તે ઝાતની કસમ! જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતાં વધારે સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તું નમાઝ માટે ઉભા થાઓ તો, સૌ પ્રથમ અલ્લાહુ અકબર કહો, ત્યારબાદ તમને કુરઆનનો જે ભાગ યાદ હોય, તેમાંથી તિલાવત કરો, ફરી રુકૂઅ કરો, અહીં સુધી કે તમે શાંતિ પૂર્વક રુકૂઅ કરી લો, ફરી રુકૂઅ માંથી ઉભા થાઓ અને સીધા ઉભા થઇ જાવ, ફરી સિજદો કરો જ્યાં સુધી તમે શાંતિપૂર્વક સિજદો ન કરી લો, ત્યારબાદ ઉભા થાઓ અને શાંતિથી બન્ને સિજદા વચ્ચે બેસો, અને સંપૂર્ણ નમાઝમાં આ પ્રમાણે જ કરો».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દરેક નમાઝમાં તકબીર કહેતા હતા, તે નમાઝ ફર્ઝ હોય કે ન હોય, રમઝાનનો મહિનો હોય કે બીજો કોઈ મહિનો, જ્યારે તેઓ નમાઝ પઢવા ઉભા થતા તો તકબીર કહેતા, રુકૂઅમાં જતા ત્યારે તકબીર કહેતા, પછી સમિઅલ્લાહુ લિમન હમીદહ કહેતા તો તેના પછી રબ્બના લકલ્ હમ્દ્ કહેતા, સિજદો કરતા પહેલા, જ્યારે સિજદો કરવા ઝુકતા તો અલ્લાહુ અકબર કહેતા, જયારે સિજદા માંથી માંથી ઉઠાવતા ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, પછી ફરીવાર સિજદા માટે અલ્લાહુ અકબર કહેતા અને માથું ઉઠાવી અલ્લાહુ અકબર કહેતા, પછી જ્યારે બે રકઅત પઢી કઅદહ માંથી ઉભા થતા તો અલ્લાહુ અકબર કહેતા, આ પ્રમાણે દરેક નમાઝમાં કરતા, અહીં સુધી કે નમાઝ ન પઢી લેતા, પછી લોકો તરફ ધ્યાન આપતા અને કહેતા: કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધારે નમાઝમાં નબી ﷺ થી નજીક છું, પછી આપ આ પ્રમાણે જ નમાઝ પઢતા રહ્યા અહીં સુધી કે આ દુનિયાથી જતા રહ્યા.

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, કપાળ પર, પોતાના હાથ વડે નાક તરફ ઈશારો કર્યો, બન્ને હાથ પર, બન્ને ઘૂટણ પર, બન્ને પગની આંગળીઓ પર, અને એ કે આપણે પોતાના કપડાં ન સમેટવા જોઈએ અને પોતાના વાળ ન બાંધવા જોઈએ કરીએ».

અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને અમ્ર બિન અબસહ રઝી અલ્લાહુ અન્હુ જણાવ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે, જો શક્ય હોય તો તમે પણ તે લોકો જેવા થઈ જાઓ, જેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી અલ્લાહનો ઝિક્ર કરે છે, તો તમે પણ તેમના જેવા બની જશો».

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે નબી ﷺ પાસે હાજર હતા, નબી ﷺ એ એક રાત્રે ચંદ્ર તરફ જોયું, અર્થાત્ -ચૌદમી રાતનો ચાંદ હતો- અને કહ્યું: «ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય, જો તમે શક્તિ ધરાવતા હોવ તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીની નમાઝોમાં કચાસ ન રાખો, તેને જરૂર પઢો», ફરી નબી ﷺ આ આયત તિલાવત કરી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}»

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની બન્ને (સુન્નત) રકઅતોમાં સૂરે કાફિરૂન અને સૂરે ઇખલાસ પઢતા હતા.