/ મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, કપાળ પર, પોતાના હાથ વડે નાક તરફ ઈશારો કર્યો, બન્ને હાથ પર, બન્ને ઘૂટણ પર, બન્ને પગની આંગળીઓ પર, અને એ કે આપણે પોતાના કપડાં ન સમેટવા જોઈએ અને પોતાના વાળ ન બાંધવા જોઈએ કરીએ».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહએ તેમને આદેશ આપ્યો છે કે નમાઝમાં સિજદો શરીરના સાત અંગો પર કરવામાં આવે; અને તે સાત અંગો આ પ્રમાણે છે: પહેલું: કપાળ: જે બન્ને આંખો અને નાકની ઉપર હોય છે, ત્યારબાદ નબી ﷺ એ નાક તરફ ઈશારો કર્યો, સ્પષ્ટતા કરતા કે નાક અને કપાળ સાત અંગો માંથી એક જ ગણવામાં આવશે, અને નાકને જમીન પર અડાડી દેવાની તાકીદ કરી. બીજો અને ત્રીજો અંગ: બન્ને હાથ. ચોથો અને પાંચમો અંગ: બન્ને ઘૂટણ. છઠ્ઠો અને સાતમો અંગ: બન્ને પગની આંગળીઓ. અને નબી ﷺ આપણને આદેશ આપ્યો કે આપણે સિજદો કરતી વખતે વાળ ન બાંધીએ અને ન તો કપડાં સમેટીએ, પરંતુ તેને તેની સ્થિતિમાં જ છોડી દઈએ અને સીધા જમીન પર સિજદો કરવા માટે પડીએ, અને અંગો વડે સિજદો કરીએ.

Hadeeth benefits

  1. નમાઝમાં સાત અંગો પર સિજદો કરવો જરૂરી છે.
  2. નમાઝમાં વાળ બાંધવા અને કપડાં સમેટવા ઠીક નથી.
  3. નમાઝ પઢનાર માટે જરૂરી છે કે તે નમાઝ શાંતિપૂર્વક અદા કરે, અને એવી રીતે કે સાત અંગોને જમીન પર રાખી સિજદો કરે, અને તેના પર જ જમી રહે જ્યાં સુધી ઝિકર ન પઢી લે.
  4. વાળને સમેટવા અને તેને બાંધવા પર રોક ફક્ત પુરુષ માટે ખાસ છે; કારણકે સ્ત્રી તો નમાઝમાં સંપૂર્ણ પડદાને આધીન હોય છે.