- રાતના અંતિમ પહોરમાં ઉઠી ઝિક્ર કરવા બાબતે પ્રોત્સાહન.
- ઝિકર, દુઆ અને નમાઝના સમયની મહત્ત્વતા.
- મિરકએ કહ્યું: આ વાક્ય "પાલનહાર બંદાની સૌથી નજીક રાતના અંતિમ પહોરમાં હોય છે" અને આ વાક્ય: "પાલનહાર પોતાના બંદાની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે" બન્નેમાં ફરક એ છે કે પહેલામાં સમયનું વર્ણન છે, જેમાં અલ્લાહ બંદાની સૌથી નજીક હોય છે અને તે રાતનો અંતિમ સમય છે. અને બીજા વાક્યમાં બંદાની સ્થિતિનું વર્ણન છે, જે સ્થિતિમાં બંદો પોતાના પાલનહાર અલ્લાહની સૌથી નજીક હોય છે, અને તે સિજદાની સ્થિતિ છે.