અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી)...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સચોટ અને સ્વીકાર્ય નમાઝની શરતો માંથી એક પાકી પણ છે: નમાઝ પઢનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે વઝૂ કરીને નમાઝ પઢે જો તેનું વ...
જાબિર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને ઉમર બિન ખત્તાબ્ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી...
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી ﷺ એ એક વ્યક્તિને જ્યારે તેને વઝૂ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે તેણે તેના પગમાં એક નખ જેટલી જગ્યા છોડી...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મક્...
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીનાના સફર પર હતા, તેમની સાથે સહાબાઓ પણ હતા, તેમને રસ્તામાં પાણી મળી આવ્યું, તો કેટલાક સહાબાઓ અસરની ન...
અમ્ર બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ અનસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા, મેં કહ્યું કે તમે કંઈ રીતે...
નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ માટે વઝુ કરતા હતા, ભલેને તેમનું વઝૂ બાતેલ એટલે કે તૂટ્યું ન હોય, અને સવાબ અને બદલાની ઈચ્છા માટે કરતા હતા.
કોઈ વ્યક્તિ એક જ વુઝ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા.
નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને એક જ વખત ધોતા હતા, આપ ચહેરો ધોવો, કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવા, વઝૂ માટે જે અંગ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી) થઈ હોય, જ્યાં સુધી તે વઝૂ ન કરી લે».
જાબિર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને ઉમર બિન ખત્તાબ્ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મક્કાથી પાછા ફરી મદીના આવ્યા, રસ્તામાં અમે એક ઝરણાં સુધી પહોંચ્યા, તો કેટલાક લોકોએ અસરના સમયે ઉતાવળ કરી, તે લોકોએ જલ્દી જલ્દી વઝૂ કર્યું, અમે જોયું કે તે લોકોએ વઝૂ એવી રીતે કર્યું કે તેમની પગની એડીઓ સુધી પાણી નહતું પહોંચ્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: આવી એડીઓ માટે આગનો અઝાબ છે, વઝુ ખૂબ સારી રીતે કરો».
અમ્ર બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ અનસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા, મેં કહ્યું કે તમે કંઈ રીતે કરતા હતા? અમારા માંથી દરેકને તેનું વુઝૂ તેના માટે પૂરતું હોતું જ્યાં સુધી કોઈ વુઝૂ તોડવાવાળી વસ્તુ ન બને.
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના ગુલામ હમરાન રહિમહુલ્લાહ તેઓ રિવાયત કરે છે કે તેમણે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુને જોયા કે તેમણે વુઝૂ કરવા માટે પાણી મંગાવ્યું, તેઓએ વાસણ માંથી પાણી લઈ પોતાના હાથ પર નાખ્યું, અને ત્રણ વખત હાથ ધોયા, ત્યારબાદ પોતાના હાથને વાસણમાં નાખી પાણી લઈ ત્રણ વખત કોગળા કર્યા અને પછી નાકમાં પાણી ચઢાવી તેને સાફ કર્યું, પછી ત્રણ વખત પોતાનો ચહેરો ધોયો, પછી પોતાના બંને હાથને કોળી સુધી ત્રણ વખત ધોયા, પછી પોતાના માથાનો મસો કર્યો અને ત્રણ વાર ઘૂંટી સુધી પોતાના પગ ધોયા અને કહ્યું: મેં નબી ﷺ ને આ જ પ્રમાણે વુઝૂ કરતા જોયા છે, અને પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે ».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જોતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે». અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ત્રણ વખત ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જંતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે».
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».