જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચ...
આ હદીષમાં નબી ﷺએ જુલમ કરવા પર સચેત કર્યા છે, જુલમ આ રીતે કે લોકો પર જુલમ કરવો, પોતાના નફસ પર જુલમ કરવો, અને અલ્લાહના અધિકારોમાં જુલમ કરવો, અને તે એ કે...
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છો...
આપ ﷺ એ ગુનાહ, શિર્ક અને લોકોના અધિકારો પર જુલમ કરવા પર અડગ રહેવાથી સચેત કર્યા છે, ખરેખર અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, વિલંબ કરે છે, તેની ઉમર અને મ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન પાલનહાર અલ્લાહથી રિવાયત કરતાં કહે છે: અલ્લાહ તઆલાએ કહ્યું: « અલ્લ...
આપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે:...
અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા...
આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ કાબૂલ કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે. અને જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકાર્યા પછી, નિખાલસતા સાથે સત્કાર્યો કરે, તો તેણે અજ્ઞાનતાના સમ...
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ...
કેટલાક મુશરિક લોકો નબી ﷺ પાસે આવ્યા, અને કહ્યું કે અમે કતલ તેમજ વ્યભિચાર જેવા મોટા ગુનાહ ઘણા કર્યા છે, તે લોકોએ નબી ﷺ ને કહ્યું: તમે જે માર્ગ તરફ બોલા...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, કંજુસાઈએ તેમને તે વાત પર ઉભાર્યા કે તેઓ અંદરો અંદર ખૂનામરકી કરે, અને જે વસ્તુઓને હરામ કરવામાં આવી છે તેને હલાલ કરે».

અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન પાલનહાર અલ્લાહથી રિવાયત કરતાં કહે છે: અલ્લાહ તઆલાએ કહ્યું: « અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે».

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા, શું તેના વિષે અમારી પાસે પૂછપરછ કરવામાં આવશે? નબી ﷺ એ જવાબ આપ્યો: «જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે».

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ કર્યો હતો, વ્યભિચાર જેવો ગુનાહ કર્યો હતા અને ખૂબ કર્યા હતા, તેઓ નબી ﷺ પાસે આવ્યા અને જણાવ્યું: તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં, તેના પર આ આયત ઉતરી, {અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, અને ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે} [ફુરકાન: ૬૮[, અને આ આયત પણ ઉતરી {તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ} [સૂરે ઝૂમર: ૫૩].

હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું અજ્ઞાનતાના સમયે ઈબાદતની નિયતથી જે સદકો કરતો હતો અને ગુલામો આઝાદ કરતો હતો અને સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, શું મને તે કાર્યોનો બદલો આપવામાં આવશે? નબી ﷺ એ કહ્યું: «તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે, અને કાફિરની નેકિઓનો બદલો દુનિયામાં આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, જેનો બદલો આપવામાં આવે».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઉચ્ચ અને બરકતવાળા અલ્લાહએ કહ્યું: હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ!, જો તારા ગુનાહ આકાશની ઊંચાઇ સુધી પણ પહોંચી જાય, ફરી તું મારી પાસે માફી માંગે, તો હું તારા ગુનાહ માફ કરી દઇશ, અને હું તેની સહેજ પણ ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ! જો તું મારી પાસે જમીન બરાબર ગુનાહ લઈને આવીશ તે સ્થિતિમાં કે તે મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેહરાવ્યો હોય, તો હું તારી પાસે જમીન બરાબર માફી લઈને આવીશ».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».

અલી રઝી અલ્લાહુ અન્હુ કહે છે: હું એ વ્યક્તિ છું, જ્યારે કોઈ હદીષ નબી ﷺ દ્વારા સાંભળતો, તો અલ્લાહ જેટલો મને તે હદીષ દ્વારા ફાયદો પહોંચાડવા ઇચ્છતો એટલો મને ફાયદો પહોંચતો, અને જ્યારે કોઈ સહાબી દ્વારા કોઈ હદીષ સાંભળતો, તો હું તેમને કસમ ખાવાનું કહેતો, જ્યારે તે કાસમ ખાઈ લે તો હું તેમની વાત સાચી માની લેતો, મને અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હદીષ વર્ણન કરી, અને તેમણે સાચુ કહ્યું, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે» ફરી નબી ﷺ એ આયત પઢી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે} [આલિ ઇમરાન: ૧૩૫].

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ તઆલા રાતના સમયે પોતાનો હાથ ફેલાવે છે, કે દિવસ દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહથી તૌબા કરી લે, અને સવારના સમયે હાથ ફેલાવે છે, જેથી રાત દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહની માફી માંગી લે, આ પ્રમાણે કરતો રહે છે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે, અને કહે છે: «છે કોઈ વ્યક્તિ જે મારી પાસે દુઆ કરતો હોય અને હું તેની દુઆ કબૂલ કરું? છે કોઈ મારો બંદો જે મારી પાસે સવાલ કરતો હોય અને હું તેને આપું? છે કોઈ મારો બંદો જે મારી પાસે માફી માંગતો હોય અને હું તેને માફ કરી દઉં?».