કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે...
અલી રઝી અલ્લાહુ અન્હુ કહે છે: હું એ વ્યક્તિ છું, જ્યારે કોઈ હદીષ નબી ﷺ દ્વારા સાંભળતો, તો અલ્લાહ જેટલો મને તે હદીષ દ્વારા ફાયદો પહોંચાડવા ઇચ્છતો એટલો મને ફાયદો પહોંચતો, અને જ્યારે કોઈ સહાબી દ્વારા કોઈ હદીષ સાંભળતો, તો હું તેમને કસમ ખાવાનું કહેતો, જ્યારે તે કાસમ ખાઈ લે તો હું તેમની વાત સાચી માની લેતો, મને અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હદીષ વર્ણન કરી, અને તેમણે સાચુ કહ્યું, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે» ફરી નબી ﷺ એ આયત પઢી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે} [આલિ ઇમરાન: ૧૩૫].
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનોહ કરી લે, ફરી તે સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ તૌબાની નિયતથી બે રકાઅત નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને, માફ કરી દે છે. ફરી નબી ﷺ એ આ આયત તિલાવત કરી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા} [આલિ ઇમરાન: ૧૩૫].
Hadeeth benefits
આ હદીષમાં ગુનોહ કર્યા પછી તૌબા કરવા અને નમાઝ પઢવાની તાકીદ કરવામાં આવી છે.
સર્વશ્રેષ્ઠ અલ્લાહની માફી અને તૌબા તેમજ ઇસ્તિગ્ફાર કબૂલ કરવાની વિશાળતા.
Share
Use the QR code to easily share the message of Islam with others