અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્ત...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વ્યક્તિ વ્યવહાર અને અખ્લાક બાબતે પોતાના મિત્ર જેવો હોય છે, અને સાચી મિત્રતા,અખ્લાક, વ્યવહાર અને અમ...
મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારી કોમમાં એક જૂથ લોકો પર હમેંશા પ્રભુત્વ ધરાવશે, તેમના વિરોધીઓ પર તેઓ હમેંશા વિજયી રહેશે, અહીં સુ...
તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામત...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે ઇસ્લામ દીન જમીનના દરેક ખૂણા સુધી પહોંચશે, જ્યાં જ્યાં દિવસ અને રાત થાય છે, ત્...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ઇસ્લામની શરૂઆત એક નવીનતારૂપે થઈ તેમજ તેના અનુયાયીઓ પણ ઓછા હતા, એ જ પ્રમાણે તે પાછો આવશે, ઘણા ઓ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે...
આ હદીષમાં નબી ﷺએ કસમ ખાઈ કહ્યું કે આ કોમનો કોઈ પણ વ્યક્તિ, જે યહૂદી હોય કે નસ્રાની હોય અથવા અન્ય સમુદાયનો હોય, જો તેની પાસે નબી ﷺના આદેશો પહોંચ્યા હોય...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે».
મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે કયામત આવી જશે અને તે પ્રભુતવશાળી જ રહેશે».
તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા, તેઓએ કહ્યું: «આ દીન (ઇસ્લામ) તે દરેક જગ્યા સુધી પહોંચીને રહેશે, જ્યાં દિવસ અને રાતનું ચક્રવય ચાલે છે, અને અલ્લાહ તઆલા કોઈ કાચું અથવા પાકું મકાન નહીં છોડે જ્યાં આ દીન ન પહોંચ્યો હોય, કદાચ તેની ઇઝ્ઝત કરી દીનનો સ્વીકાર કરી લેવામાં આવે અથવા ઇન્કાર કરી (દુનિયા અને આખિરતમાં અપમાનિત થવા લાગશે», તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની આ વાતની સત્યતા મેં પોતે મારા ખાનદાનમાં જોઈ, કે તેમાંથી જે લોકો મુસલમાન થયા, તેમના ભાગ્યમાં ભલાઈ, ઇઝ્ઝત અને પ્રતિષ્ઠતા આવી અને જે લોકો કાફિર રહ્યા તેમના ભાગ્યમાં અપમાન અને ખરાબી તેમજ તેમને ટેક્સ (કર) નો સામનો કરવો પડ્યો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે».
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જાય, નબી ﷺ પોતાની હથેળીમાં હલાવતા હતા અને કહેતા હતા: આજ પ્રમાણે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ કહ્યું: «હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા».
અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે, અને ત્યારે અલ્લાહનું અર્શ પાણી પર હતું».
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે,પછી તે લોહીનો લોથડો બની જાય છે, ત્યારબાદ માંસ બને છે, ફરી ફરિશ્તાને મોકલવામાં આવે છે, અને તેને ચાર વસ્તુઓનો આદેશ આપવામાં આવ્યો હોય છે, તે ફરિશ્તો તેની રોજી, તેનું મૃત્યુ, તેનો અમલ અને તે સદાચારી છે કે દુરાચારી તે લખી લે છે, પછી તેમાં રુહ ફૂંકે છે, તમારા માંથી એક વ્યક્તિ જન્નતમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જન્નતની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જહન્નમી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે, તમારા માંથી એક વ્યક્તિ જહન્નમમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જહન્નમની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જન્નતી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે».