/ અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે...

અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે...

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે,પછી તે લોહીનો લોથડો બની જાય છે, ત્યારબાદ માંસ બને છે, ફરી ફરિશ્તાને મોકલવામાં આવે છે, અને તેને ચાર વસ્તુઓનો આદેશ આપવામાં આવ્યો હોય છે, તે ફરિશ્તો તેની રોજી, તેનું મૃત્યુ, તેનો અમલ અને તે સદાચારી છે કે દુરાચારી તે લખી લે છે, પછી તેમાં રુહ ફૂંકે છે, તમારા માંથી એક વ્યક્તિ જન્નતમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જન્નતની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જહન્નમી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે, તમારા માંથી એક વ્યક્તિ જહન્નમમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જહન્નમની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જન્નતી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: અમને નબી ﷺ એ આ વાત વર્ણન કરી જેઓ પોતાની વાતોમાં અત્યંત સાચા છે, અને જેમને અલ્લાહ તઆલા એ સાચા જણાવ્યા છે, નબી ﷺ એ કહ્યું: તમારા માંથી દરેક વ્યક્તિના જન્મનો આધાર તેની માતાના પેટમાં (એક વીર્યના ટીપના સ્વરૂપમાં) હોય છે, જ્યારે એક પોતાની પત્ની સાથે સંગમ કરે છે તો તેની વિખરાયેલું વીર્યનું પાણી સ્ત્રીના ગર્ભમાં ચાલીસ દિવસ માટે એકઠું કરવામાં આવે છે, પછી તેને એક લોહીનો લોથડો બનાવે છે અર્થાત્ ભેગું થયેલ લોહીનો જથ્થો, અને આ બીજો તબક્કો ચાલીસ દિવસનો હોય છે, પછી માંસનો એક ટુકડો બની જાય છે અર્થાત્ જે માંસનો એક ભાગ હોય છે, જેનું મૅપ એટલું જ હોય છે જેટલું કે ચવવામાં આવતું માંસ અને આ ત્રીજો તબક્કો પણ ચાલીસ દિવસનો હોય છે, ફરી ત્રીજા ચાળીસ દિવસના સમયગાળા પછી એક ફરિશ્તો મોકલવામાં આવે છે, જે તેનામાં રુહ ફૂંકે છે, તે ફરિશ્તાને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે, તેની રોજી, અર્થાત્ તે પોતાની ઉંમરમાં નેઅમતો માંથી કેટલી રોજી પ્રાપ્ત કરશે, તેનું મૃત્યુ, અર્થાત્ તેનો દુનિયામાં જીવિત રહેવાનો સમય, તેનો અમલ, અર્થાત્ તે શું કરશે? સદાચારી લોકો માંથી હશે કે દુરાચારી લોકો માંથી. પછી આપ ﷺ એ કસમ ખાઈને કહ્યું કે એક વ્યક્તિ જન્નતના લોકો જેવા અમલ કરતો રહે છે, તેનો અમલ નેક હોય છે, અર્થાત્ લોકોમાં તે સદાચારી હશે, અને એવી જ રીતે તેની અને જન્નતની વચ્ચે એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, બસ એટલું જ બાકી રહી ગયું હોય છે જેટલું ઝમીન પર એક હાથ જેટલી જગ્યા બાકી રહી ગઈ હોય, અચાનક તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે, જે પહેલાથી જ લખવામાં આવી છે, તે જહન્નમના લોકોનો અમલ કરે છે, તેનો અંત પણ તેમાં જ થાય છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે; એટલા માટે જ અમલ કબૂલ થવાની શરત છે કે તેના પર અડગ રહેવામાં આવે અને તેની બદલી નાખવામાં ન આવે, અને એવી જ રીતે અંત સુધી એક વ્યક્તિ જહન્નમના લોકોની જેમ અમલ કરતો રહે છે, બસ તેમાં દાખલ થવાની નજીક જ હોય છે, જેવું કે ઝમીન પર એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, તેની તકદીરમાં જે કંઈ પહેલાથી લખવામાં આવ્યું છે તે ગાલિબ આવી જાય છે તે જન્નતી લોકોનો અમલ કરતો થઈ જાય છે અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે.

Hadeeth benefits

  1. અંતમાં કાર્યોનું ઠેકાણું તે જ થશે જે તકદીરમાં પહેલા નિર્ણય થઈ ચૂક્યો છે, તકદીરની દરેક વાતો લાગુ થઈને જ રહેશે.
  2. પોતાના નેક અમલો જોઈ ધોખામાં રહેવાથી બચો: એટલા માટે કે કાર્યોનો આધાર તેના અંતિમ સ્થિતિ પર આધારિત છે.