હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે, નબી ﷺ એ કહ્યુ: «તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પ...
નબી ﷺ એ એક મુસલમાનોને આ પ્રમાણેના શબ્દ કહેવાથી રોક્યા છે: "જે અલ્લાહ ઈચ્છે અને જે ફલાણો ઈચ્છે", અથવા જે અલ્લાહ એ ઈચ્છા કરી અને જે ફલાણા એ ઈચ્છા કરી; ક...
મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવા...
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મારી કોમ બાબતે મને સૌથી મોટી વસ્તુ જેનો ડર લાગી રહ્યો છે: તે શિર્કે અસગર (નાનું શિર્ક), અર્થાત્ રિયાકારી (દેખાડો), લ...
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરો...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય વ્યક્તિને આ પ્રકારના શબ્દો કહેવાથી સચેત કર્યા છે: તું અપરાધી છે, અથવા: તું કાફિર છે, જો તે વ્યક્તિ તે નહી...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ...
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી: પહેલી...
અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».
નબી ﷺ એ કબરો પર બેસવાથી રોક્યા છે. એવી જ રીતે તેની તરફ મોઢું કરીને નમાઝ પઢવાથી પણ રોક્યા છે, એ કે કબર નમાઝીની કિબલા તરફ હોય; કારણકે આ શિર્કના સ્ત્ર...

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે, નબી ﷺ એ કહ્યુ: «તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે».

મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા લોકોને તેમના અમલનો બદલો આપશે તે સમયે અલ્લાહ તઆલા કહેશે: તે લોકો પાસે ચાલ્યા જાઓ, જેમના માટે દુનિયામાં તમે અમલ કરતા હતા, અને જાવ જુઓ તેમની પાસે તમારા માટે કંઈ બદલો છે?».

અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».

અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».

અબૂ તલહા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ થતાં નથી, જેમાં કોઈ કૂતરું અથવા ચિત્ર હોય».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».

ઇરબાઝ બિન સારિયહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે નબી ﷺ એ અમને નમાઝ પઢાવી, અમને ખૂબ જ ફાયદાકારક નસીહત કરી, જેના કારણે અમારા દિલ નરમ થઈ ગયા અને અમારી આંખો માંથી આંસુ નીકળી આવ્યા, એક વ્યક્તિએ કહ્યું, હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, તો તમે અમને શું નસીહત કરી રહ્યા છો? નબી ﷺ એ કહ્યું: «તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો, તેને પોતાના અણીદાર દાંતો વડે મજબૂત પકડી લેશો અને દીનમાં ઘઢી કાઢેલી નવી વાતોથી બચીને રહેજો, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે».

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «‌જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો, અને જે વ્યક્તિ એક ધ્વજ નીચે કોઈનું આંધળું અનુસરણ કરતા લડતો હોય, અથવા પોતાના ખાનદાનની લાલસામાં લડતો હોય, અથવા તેની તરફ બોલાવે તેમજ તે બાબતે તેની મદદ કરે અને પછી મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામશે, અને જે વ્યક્તિ મારી કોમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ફેલાવશે, અને સદાચારી તેમજ દુરાચારી દરેકનું કતલ કરશે, ન તો કોઈ મોમિનનું ધ્યાન રાખશે અને ન તો અમારી સાથે કરાર કરેલ અન્ય લોકોનો ખ્યાલ કરશે, તો તેનો મારી સાથે કોઈ સબંધ નથી અને મારો તેની સાથે કોઈ સબંધ નથી».

મઅકિલ બિન યસાર અલ્ મુઝની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે».