/ બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો...

બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી: પહેલી : લોકોને ખાનદાન બાબતે મહેણાંટોણા મારવા, ખામીઓ શોધવી અને ઘમંડ કરવું. બીજી: મુસીબતના સમયે તકદીર પર નારાજ થઈ રાડો પાડવી, અથવા ભયના કારણે કપડાં ફાડવા.

Hadeeth benefits

  1. આજીજી અપનાવવા અને લોકો સામે ઘમંડ ન કરવું જોઇએ.
  2. મુસીબત પર સબર કરવી જોઈએ અને નારાજ થવાથી બચવું જોઈએ.
  3. આ અમલ કુફ્રે અસગર છે, અને આ વર્ણન કરેલ કુફ્ર કરવાથી ત્યાં સુધી ઇસ્લામ માંથી નથી નીકળતા જ્યાં સુધી તે કુફ્રે અકબર ન કરી લે.
  4. ઇસ્લામ તે દરેક વસ્તુથી રોકે છે, જેના કારણે મુસલમાનોની વચ્ચે વિવાદ થઈ શકે છે, જેવું કે લોકોના ખાનદાન વિશે મહેણાંટોણા મારવા, વગેરે.