- આ હદીષમાં "મા શા અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)" જેવા શબ્દોનો ઉપયોગ કરવો હરામ ઠેહરાવવામાં આવ્યું છે, જેમાં "વાવ (અને)" શબ્દ વડે અલ્લાહ સાથે ભાગીદાર ઠેહરાવવામાં આવે; કારણકે તે શબ્દો અને કાર્યો વડે થતું શિર્ક છે.
- અને "મા શા અલ્લાહ ષુમ્મ શિઅત (જે અલ્લાહ ઈચ્છે પછી તમે ઈચ્છો)" જેવા શબ્દો કહી શકાય છે, અને "ષુમ્મ (ફરી)" જેવા શબ્દ વડે અન્યને અલ્લાહ સાથે જોડવામાં આવે; કારણકે આવા શબ્દો કહવામાં કોઈ વાંધો નથી.
- અલ્લાહની ઈચ્છા અને બંદાની ઈચ્છા સાબિત કરવામાં આવી છે, અને બંદાની ઈચ્છા અલ્લાહની ઈચ્છા પ્રમાણે છે.
- અલ્લાહની ઈચ્છામાં અન્યને ભાગીદાર ઠેહરાવવું જાઈઝ નથી, ભલે તે એક શબ્દ વડે પણ કેમ ન હોય.
- જો આવા શબ્દોનો ઉપયોગ કરનાર વ્યક્તિ એવી માન્યતા રાખતો હોય કે બંદાની ઈચ્છા સંપૂર્ણ રીતે અલ્લાહની ઈચ્છા બરાબર છે, અથવા બંદાની ઈચ્છા એક અલગ ઈચ્છા છે તો તે શિર્કે અકબર (મોટું શિર્ક) ગણાશે, અને જો એવી માન્યતા ધરાવે કે અલ્લાહની ઈચ્છા પછી બંદાની ઈચ્છા છે તો તે શિર્કે અસગર (નાનું શિર્ક) ગણાશે.