- શિકાર કરવા અથવા સુરક્ષા સિવાય અન્ય કોઈ કામ માટે કુતરુ રાખવું કે પાળવું હરામ છે.
- જે ફરિશ્તાઓ આપણી સાથે નથી હોતા, તે રહેમતના ફરિશ્તા હોય છે, પરંતુ સુરક્ષા કરનાર ફરિશ્તાઓ કયારે પણ અલ્લાહના બંદાઓથી અલગ થતાં નથી, ભલે તે સફરમાં હોય કે ઘરે.
- ઘંટડીથી રોકવામાં આવ્યા; કારણકે તે શૈતાનની વાંસળીઓ માંથી એક છે, અને આ ઘંટડી ઈસાઈઓની ઘંટડી સાથે સમાનતા ધરાવે છે.
- એક મુસલમાન માટે જરૂરી છે કે તે દરેક વસ્તુથી દૂર રહે જેના કારણે ફરિશ્તા તેનાથી દૂર થઈ જાય છે.