/ કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો

કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો

અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ કબરો પર બેસવાથી રોક્યા છે. એવી જ રીતે તેની તરફ મોઢું કરીને નમાઝ પઢવાથી પણ રોક્યા છે, એ કે કબર નમાઝીની કિબલા તરફ હોય; કારણકે આ શિર્કના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.

Hadeeth benefits

  1. કબરો તરફ મોઢું કરી અથવા તેની વચ્ચે નમાઝ પઢવાથી નબી ﷺ એ રોક્યા છે, જનાઝાની નમાઝ સિવાય, અર્થાત્ જનાઝાની નમાઝ પઢી શકાય છે; કારણકે તે સુન્નતથી સાબિત છે.
  2. કબરો તરફ મોઢું કરી નમાઝ પઢવાથી રોક્યા છે; કારણકે તે શિર્કના સ્ત્રોત માંથી છે.
  3. ઇસ્લામે કબરો વિશે ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી અને તેમના અનાદર કરવા પર રોક લગાવી છે, તેથી તેમનું અતિરેક અને બેદરકારી કરવામાં ન આવે.
  4. મુસલમાનનું સન્માન તેના મૃત્યુ પછી પણ બાકી રહે છે, આ વાત નબી ﷺ ની એક હદીષથી સાબિત થાય છે: (મૃતક વ્યક્તિ નું હાડકું તોડવું જીવિત વ્યક્તિનું હાડકું તોડવા બરાબર છે).