નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં આપ ﷺ ને કહેતા સાંભળ્યા -આ વાત વર્ણન કરતી વખતે અને નૌમાન રઝી અલ્લાહુ અન્હુ એ પોતાની બન્ને આંગળીઓ...
આ હદીષમાં આપ ﷺ એ વસ્તુઓ બાબતે એક સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, અને શરીઅતે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે: એક હલાલ વસ્તુઓ, જે સ્પષ્ટ છે, એક હરામ વસ્તુ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્ય...
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ સહાબાઓને ખાસ કરીને સૌ પ્રથમ હિજરત કરનાર અને અન્સાર સહાબાઓને અપશબ્દો કહેવાથી રોક્...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો અને આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: હું તમને કેટલીક વાતો શીખવાડી રહ...
સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈન...
સહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મન...
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું...
આ હદીષમાં નબી ﷺએ સ્પષ્ટ કર્યું કે મુસ્લિમોની એકબીજા પ્રત્યેની સ્થિતિ ભલાઈ, દયા, સહાયતા અને સમર્થનની હોવી જોઈએ, અને જો એક મુસલમાનને નુકસાન પહોંચે તો બી...
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં આપ ﷺ ને કહેતા સાંભળ્યા -આ વાત વર્ણન કરતી વખતે અને નૌમાન રઝી અલ્લાહુ અન્હુ એ પોતાની બન્ને આંગળીઓ પોતાના કાન તરફ ખેંચી-: «નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે, તે બન્ને વચ્ચે કેટલીક શંકાસ્પદ વાતો પણ છે, જેમને ઘણા લોકો નથી જાણતા કે (અર્થાત્ તે હલાલ છે કે હરામ), પછી જે વ્યક્તિ તે શંકાસ્પદ વસ્તુઓથી બચી ગયો તેણે પોતાના દીન અને ઇઝ્ઝતને સુરક્ષિત કરી લીધી, અને જે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુઓમાં સપડાઈ ગયો તે હરામમાં પડી ગયો, (તેનું ઉદાહરણ) તે ભરવાડ જેવુ છે, જે પોતાના જાનવરોને તેની ઘાસચારોની આજુબાજુ ચરાવે છે, અને નજીક છે કે તે જાનવરો તેમાં ઘુસી જાય, અને સાંભળી લો દરેક બાદશાહની એક ચરાવવા માટેની જગ્યા હોય છે અને અલ્લાહની તે જગ્યા તેની હરામ કરેલી વસ્તુઓ છે, (તેનાથી બચો) સાંભળો ! શરીરમાં એક ટૂકડો છે, જો તે ટુકડો સરખો રહેશે, તો સંપૂર્ણ શરીર સરખું રહેશે, અને જો તે ટુકડો ખરાબ થઈ જશે, તો સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે, અને સાંભળો તે ટૂકડો દિલ છે».
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «મારા સહાબાને અપશબ્દો ન કહો, તમારા માંથી કોઈ વ્યક્તિ (અલ્લાહના માર્ગમાં) ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો પણ તેમના એક અથવા અડધું મુદ - અનાજ માપવાનું માપણું- ખર્ચ કરવા બરાબર પણ નેકી પ્રાપ્ત નહીં કરે શકે».
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લો કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા માંગે તો તેઓ તને એના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહ એ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉઠાવી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા».
સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».
ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! અમે સમુંદરનો સફર કરીએ છીએ અને અમારી પાસે થોડુંક જ પાણી હોય છે, જો અમે તેનાથી વઝૂ કરી લઈશું તો પ્યાસા રહી જઈશું, શુ અમે સમુંદરના પાણીથી વુઝુ કરી લઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે».
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વિશે સવાલ કરવામાં આવ્યો, જેમાં ઢોર અને જાનવર આવીને પાણી પીતા હોય છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી».
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ કરો» અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અમે શામ શહેર તરફ આવ્યા, તો અમે જોયું કે શૌચાલયો કઅબા તરફ બનાવમાં આવ્યા હતો, તો જ્યારે અમે (પોતાની હાજત પૂરી કરવા માટે ગયા તો) બીજી દિશા તરફ બેઠા અને અલ્લાહ પાસે માફી માંગી.
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે».
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે».
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જયારે ગુસલ (સ્નાન) કરતાં એક સાઅ થી લઈ પાંચ મુદ પાણી વડે કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં.