મારા સહાબાને અપશબ્દો ન કહો, તમારા માંથી કોઈ વ્યક્તિ (અલ્લાહના માર્ગમાં) ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો પણ તેમના એક અથવા અડધું મુદ - અનાજ માપવાનું માપણું- ખર્ચ કરવા બરાબર પણ નેકી પ્રાપ્ત નહીં કરે શકે...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «મારા સહાબાને અપશબ્દો ન કહો, તમારા માંથી કોઈ વ્યક્તિ (અલ્લાહના માર્ગમાં) ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો પણ તેમના એક અથવા અડધું મુદ - અનાજ માપવાનું માપણું- ખર્ચ કરવા બરાબર પણ નેકી પ્રાપ્ત નહીં કરે શકે».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ સહાબાઓને ખાસ કરીને સૌ પ્રથમ હિજરત કરનાર અને અન્સાર સહાબાઓને અપશબ્દો કહેવાથી રોક્યા છે, અને જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો તેનો સવાબ એક સહાબીના તે સમયે અલ્લાહના માર્ગમાં એક મુદ ખર્ચ કરવા જેટલો પણ નહીં થાય, એક મુદ એક પ્રકારનું માપણું છે, - જે બન્ને હથેળીમાં ભરેલા સામાનના માપને કહે છે -, આ તેમના ઇખલાસ અને ફતહે મક્કાહ પહેલા તેમની ખર્ચ અને યુદ્ધની સખત હાજત વખતે ખૂબ જ આગળ આવવાનાના કારણે છે.
Hadeeth benefits
સહાબા -રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) - ને અપશબ્દો કહેવા હરામ છે અને તે મોટા ગુનાહો માંથી છે.
Share
Use the QR code to easily share the message of Islam with others